યુરિયા ખાતર બારોબાર વેચી મારવા મામલે નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક અને ખેતી અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હોવાની માહિતી મળી છે. મીડિયા અહેવાલ મુજબ, આ મામલે નવસારી જિલ્લાના વર્ગ-1ના નાયબ ખેતી નિયામક અધિકારી પ્રફુલ્લ ચૌધરી અને ચીખલીના વર્ગ-2ના ખેતી અધિકારી ટીપ્લેશકુમાર પટેલ સામે શિસ્તભંગની કાર્યવાહી કરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે.
1.42 લાખ કિલોની 2952 બેગ જપ્ત કરાઈરાજ્યમાં ખેતી માટે ખેડૂતોને પર્યાપ્ત માત્રામાં યુરિયા મળી રહે તે માટે નિયત કરાયેલા યુરિયા પર સબસિડી પણ અપાતી હોય છે. ત્યારે સબ્સિડાઇઝ્ડ ભાવનો આ યુરિયા અન્ય વપરાશમાં ઉપયોગમાં લેતા તત્વો સામે કૃષિ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે તપાસ દરમિયાન નવસારીના ચીખલી ખાતે રૂ.88.37 લાખની કિંમતની યુરિયા ખાતરની શંકાસ્પદ આશરે 1.42 લાખ કિલોની 2952 બેગ જપ્ત કરાઈ હતી. આ જપ્ત કરાયેલ યુરિયા ખાતરના અનઅધિકૃત વપરાશ અને નિકાસ આ બંને સસ્પેન્ડેડ અધિકારીઓના તાબા હેઠળ થતી હોવાનું તપાસમાં જણાયું હતું. આ મામલે હવે વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application