સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં તુંડા ગામેથી એલસીબી પોલીસે મોટા પ્રમાણમાં દેશી દારૂ તેમજ રસાયણના જથ્થા સાથે મહિલા બુટલેગર સહિત બે ઈસમોને ઝડપી પડ્યા હતા. પોલીસે દેશી દારૂ તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ ઓલપાડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, તુંડા ગામે શેરી મહોલ્લામાં રહેતા, પ્રમોદ રામુભાઈ પટેલ તેના ઘરમાં મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો સંતાડયો છે અને ત્યાંથી વાહનોમાં ભરી સપ્લાય કરવાના છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેઈડ કરતા ઘરમાંથી 35 લિટરવાળા 18 કેરબામાં 630 લિટર દેશી દારૂ કિંમત રૂપિયા 12,600/- તથા ગોળ પાણીનું રસાયણ ભરેલ 35 કેરબા કિંમત જેની કીંમત રૂપિયા 3780/- તેમજ ખાલી કેરબા નંગ-54 જેની કિંમત રૂપિયા 2700/- અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 24,080/-નો મુદ્દામાલ સાથે પ્રમોદ પટેલને ઝડપી પાડ્યો હતો.
જ્યારે એલસીબી પોલીસે તુંડા ગામના જ શેરી મહોલ્લામાં રહેતી જશુબેન નટવરભાઈ બેચરભાઈ પટેલના ઘરે રેઈડ કરી હતી. તે દરમિયાન જશુબેને બાજુના મકાનમાં 10 કેરબામાં સંતાડેલ 350 લિટર દેશી દારૂ જેની કોન્મત કિંમત રૂપિયા 7,000/-ના જથ્થા સાથે ઝડપી પાડી હતી. એલસીબી પોલીસે કુલ 30 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500