Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તુલ્યતા : કિન્નરો માટે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, 21 કિન્નરોએ કર્યું રેમ્પવોક

  • May 21, 2023 

કિન્નરો અને સમાજ વચ્ચે તુલનાત્મક સેતુ સધાય તે હેતુસર વેસુ ખાતે કિન્નરો માટેના એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું નામ પણ તુલ્યતા રાખ્યું હતું. કિન્નરો પણ અલગ-અલગ ક્ષેત્રે પોતાનું નામ કરી શકે અને દરેક ક્ષેત્રમાં કામ કરી શકે તે હેતુસર આ ફેશન શો યોજવામાં આવ્યો હતો.


થર્ડ જેન્ડર તરીકે ઓળખાતા કિન્નરો સમાજમાં સારા પ્રસંગોએ નેક લઈને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે હવે કિન્નરો આ કામથી અલગ કંઈક કરવા ધીરે ધીરે શીખી રહ્યા છે અને તેમને સમાજમાં સમાજની સાથે તુલનાત્મક રીતે ચાલવા મળે તે હેતુથી સુરત ખાતે એક ફેશન શો નું આયોજન કરવામાં આવ્યુ છે. ફેશન શો ના આયોજક હેતલબેનએ કહ્યું કે હું ઘણા વર્ષોથી કિન્નરો સાથે સંકળાયેલી છું. સમાજમાં તેઓને હજુ પણ એ દરજ્જો નથી મળ્યો કે તેઓ સમાજ સાથે તુલના કરીને ચાલી શકે.


આજના સમાજમાં હવે કિન્નરો એવું ઈચ્છે છે કે તેઓ માત્ર તાળી પાડીને દાપુ માંગી ને નહીં, પરંતુ અલગ અલગ ફિલ્ડમાં પણ કામ કરે, તેથી છેલ્લા બે વર્ષથી હું આ કિન્નરોને ફેશન શો માટે તૈયાર કરી રહી છું અને આજે 21 કિન્નરોનો ફેશન શો યોજાયો છે. જેમાંના ઘણા ખરા કિન્નરો સારું એવું ગાઇ છે, સારું કોમ્પ્યુટરનું નોલેજ ધરાવે છે. આ કિન્નરોને ફેશન શો અંગે તૈયાર કરવામાં ઘણો સમય લાગ્યો, પરંતુ આજે તેઓ એકદમ વ્યવસ્થિત રીતે ટ્રેઈન્ડ થઈ ગયા છે. આ કિન્નરોને કોઈ સાડી માટે શૂટ પણ મળે, કોઈ નાના નાના રોલ પણ કરી શકે છે અને કોઈ સારું એવું સિંગર બની શકે છે તેવી ખૂબીઓ રહી છે.



ફેશન શો સાથે સંકળાયેલા કિન્નર નુરી કુવરબાએ કહ્યું કે ફેશન શો કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આજના સમયમાં સમાજ સાથે તુલ્યતા સાધવાનો છે. અમને પણ ઇક્વાલિટી મળે, લોકો અમારા પ્રત્યે જે દુરાગ્રહ રાખે છે તે બદલે , લોકોની મેન્ટાલીટી બદલાય, તે ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આજે પણ સમાજમાં એવા ઘણા બાળકો એક કિન્નર તરીકે જન્મ લે છે. એવા બાળકોને સમાજમાં પોતાના માતા પિતા ઘરમાં જ તેઓની અંદર રહેલી આંતરિક પ્રતિભાવોને બહાર લાવે અને અન્ય વસ્તુઓ શીખવાડે તે હેતુ છે બીજી તરફ ફેશન શો એટલે માત્ર વેસ્ટર્ન કપડાં જ નહીં ,પરંતુ ભારતીય સંસ્કૃતિમાં સાડી એ સૌથી સુંદર ઘરેણું છે. સમાજ ના લોકો ને એ પણ ખબર પડે કે સાડીમાં પણ તમે ફેશન શો કરી શકો છો અને તે સૌથી શ્રેષ્ઠ હોય છે,તે દર્શાવવા નો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application