સુરત શહેરના કામરેજ ટોલનાકા પાસેથી ૩૪.૬૦ લાખના વિદેશી દારૂનાં જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપાડી ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ટાટા ટ્રકનો ચાલક ટ્રકમાં વિદેશી દારૂ ભરી નવસારી તરફથી અંક્લેશ્વર તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે કામરેજ ટોલનાકા પર વોચ ગોઠવી હતી.
તે સમયે પલસાણા નજીક આ ટ્રક આવી પહોંચતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા ૩૪૬૦૮૦૦ કિંમતની વિદેશી દારૂની ૩૪૬૦૮ બોટલો મળી હતી. પોલીસે ૧૫ લાખ કિંમતની ટ્રક, બે મોબાઇલ ફોન મળી કુલ ૪૯૬૬૮૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રક ચાલક શ્રવણકુમાર જોગારામ બિશ્નોઈ (ઉ.વ.૨૩., રહે.સોમારડી તા.સેડવા બાડમેર(રાજસ્થાન)ની ધરપકડ કરી હતી તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર રાજુ રાજપુરોહીત, ટ્રકનો ક્લિનર દિનેશકુમાર બિશ્નોઇ (રહે, છીતરડી તા.સેડવા જી.બાડમેર (રાજસ્થાન) અને વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અમદાવાદ ટોલટેક્ષ પાસે લેવા આવનાર અજાણ્યા ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500