અમદાવાદથી જતી-આવતી ટ્રેનોને બે દિવસ માટે કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદના ઘુમા રેલવે સ્ટેશન પર મેગા બ્લોકને પગલે ટ્રેન વ્યવહારને અસર પડી છે. જેથી જો તમે અમદાવાદથી ક્યાંય રેલવે મુસાફરી કરવાના હોય તો આ માહિતી જાણી લેજો. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિરમગામ સેક્શનમાં ઘુમા રેલવે સ્ટેશન પર ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરની રેલવે લાઈનથી કનેક્ટિવિટી આપવાનો નિર્ણય લેવાયો છે. આ કારણે રેલવે દ્વારા મેગા બ્લોક ડિકલેર કરાયો છે. મેગા બ્લોકને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અસર પડશે. આ કારણે 29 ફેબ્રુઆરી અને 1 માર્ચના બે દિવસ કેટલીક ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. તેમજ કેટલીટ ટ્રેનોના રુટને ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
1 માર્ચના રોજ ભુજથી ઉપડનારી ટ્રેન ભુજ-બરેલી એક્સપ્રેસ તેના નિર્ધારત રુટ વિરમગામ-મહેસાણાને બદલે ડાયવર્ટ કરાઈ છે. તે હવે વિરમગામ-કટોસણ રુટ પર દોડશે. આ ટ્રેન ડાયવર્ઝનને કારણે ચાંદલોડિયા સ્ટેશન પર નહિ જાય તેનું ખાસ ધ્યાન રાખવું..........29 ફેબ્રુઆરીએ આ ટ્રેન રદ.......બાન્દ્રા જામનગર હમસફર, ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ, ગાંધીધામ-બાંદ્રા.........1 માર્ચે રદ કરાયેલી ટ્રેન...........જામનગર-બાન્દ્રા હમસફર, અમદાવાદ-વેરાવળ ઈન્ટરિસિટી, વેરાવળ-અમદાવાદ ઈન્ટરસિટી, વડોદરા-જામનગર ઈન્ટરસિટી, જામનગર-વડોદરા ઈન્ટરસિટી, બાન્દ્રા-ભાવનગર સ્પેશિયલ, અમદાવાદ-વિરમલામ મેમુ, વિરમગામ-અમદાવાદ મેમુ, બાન્દ્રા-ગાંધીધીમ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500