ચીખલી તાલુકાનાં ધરમપુર રાનકુવા માર્ગ પર આવેલા રૂમલા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી બાતમીવાળું ટ્રેક્ટર ટેલર આવતા તેને અટકાવી તપાસ કરતા સિમેન્ટના બ્લોકની આડમાં લઈ જવાતો ૨.૫૭ લાખ રૂપિયાનો વિદેશી દારૂ, એક મોબાઈલ ફોન અને ટ્રેક્ટર ટેલર મળી કુલ ૫.૧૨ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાલકથી ધરપકડ કરી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ખેરગામ પોલીસ મથકથી પ્રાપ્ત માહિતી અનુસાર, ખેરગામ પોલીસ મથકમાં આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર ખેરગામ પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે ચીખલી તાલુકાના રૂમલા ત્રણ રસ્તા નહેર પાસે રાનકૂવાથી ધરમપુર જતા માર્ગ ઉપર વોચ ગોઠવી હતી.
આ દરમિયાન બાતમીવાળું લાલ કલરનું મહિન્દ્ર કંપનીનું ૪૭૫ નંબર વગરના ટ્રેક્ટર ટેલર આવતા તેને અટકાવી ટેલરમાં તપાસ કરતા સિમેન્ટના બ્લોકની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કી નાની-મોટી બાટલીઓ કુલ નંગ ૧૨૮૭ની કિંમત ૨,૫૭,૧૩૬ એક મોબાઈલ ફોનની કિંમત રૂપિયા ૨૦૦૦ તેમજ સિમેન્ટના બ્લોક નંગ ૨૪૦ની કિંમત ૩૬૦૦ રૂપિયા અને ટ્રેક્ટર ટેલરની કિંમત રૂપિયા ૨.૫૦ લાખ રૂપિયા મળી કુલ ૫,૧૨,૭૩૬ રૂપિયાના મુદ્દામાલ સાથે ટ્રેક્ટર ચાલક હનુમાનરામ ઉર્ફે અનુ દાલુરામ જાટ (ઉ.વ.૨૧, રહે.સેલવાસ સિવિલ હોસ્પિટલની પાસે, સેલવાસ દાદરાનગર હવેલી અને મૂળ રહે. આરવા, તા.સિતલવાના, જિ.સાંચોર,રાજસ્થાન)ની અટકાયત કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવી આપનાર રૂપારામ માંગીલાલ જાટ (રહે. સેલવાસ સિવિલ હોસ્પિટલની પાસે, સેલવાસ દાદરાનગર હવેલી અને મૂળ રહે. આરવા, તા. સિતલવાના, જિ. સાંચોર, રાજસ્થાન) અને દારૂનો જથ્થો મંગાવનાર રૂપારામ જાટનો માણસ જેના નામ સરનામાની ખબર નથી એમ બે જેટલાને વોન્ટેડ જાહેર કરી પોલીસે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ પીએસઆઈ એમ.બી.ગામીતે હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500