તાપી જિલ્લામાં શનિવારે માત્ર વાલોડ તાલુકામાં કોરોના પોઝીટીવ દર્દીનો 1 નવો કેસ સામે આવ્યો છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.17મી જુલાઈ નારોજ જિલ્લાના માત્ર વાલોડ તાલુકામાં અંધાત્રીગામના પહાડ ફળીયામાં 16 વર્ષીય તરુણનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 3885 કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ 3756 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 127 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે 849 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 2 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application