તાપી જિલ્લામાં મંગળવારે કોરોના દર્દીનો માત્ર ૧ કેસ નોંધાયો છે. જયારે ૩ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૫૮૧ સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ ૧૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર તા.આઠમી જુન ના રોજ તાપી જિલ્લામાં કોરોનાનો માત્ર ૧ કેસ સામે આવ્યા છે. જેમાં વ્યારાના દ્વારકેસ સોસાયટીમાં ૫૮ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૬૦ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૨૧ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.
જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૦ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓના મોત નિપજ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application