તાપી જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટીવના નવા ૧૪ કેસ સામે આવ્યા છે. આજે વધુ ૮૭ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધી કુલ ૩૨૯૯ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૭૬૧ કેસો નોંધાયા છે, હાલ ૩૪૪ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
વધુ ૧ દર્દીનું મોત નિપજ્યું
ડોલવણના પાટી ગામે નિશાળ ફળિયાના ૭૫ વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નીપજ્યું હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે. આ સાથે જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૦ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૮ દર્દીઓના મોત નિપજ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી તા.૧૯મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૧૪ કેસ નોંધાયા છે.
તાપી જિલ્લામાં આજરોજ નોંધાયેલ નવા ૧૪ પોઝીટીવ કેસો
- ૫૦ વર્ષિય પુરુષ – આમલી ફળિયું – વાઝરડા,તા.સોનગઢ
- ૫૫ વર્ષિય પુરુષ – ઢોડિયાવાડ ,તા.ડોલવણ
- ૬૨ વર્ષિય પુરુષ – મોરી ફળિયું – નાલોઠા,તા.વાલોડ
- ૪૩ વર્ષિય મહિલા – મોરી ફળિયું – નાલોઠા,તા.વાલોડ
- ૨૭ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – રાનવેરી ,તા.વાલોડ
- ૨૭ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું – રાનવેરી ,તા.વાલોડ
- ૩૦ વર્ષિય પુરુષ – આશ્રમ ફળિયું – અંધાત્રી,તા.વાલોડ
- ૫૦ વર્ષિય મહિલા – આમલી ફળિયું – કણજોડ ,તા.વાલોડ
- ૪૭ વર્ષિય પુરુષ – ગાડી ફળિયું – જેસિંગપુર,તા.વ્યારા
- ૪૮ વર્ષિય મહિલા – KAPS –ઉંચામાળા ,તા.વ્યારા
- ૨૬ વર્ષિય પુરુષ – KAPS –ઉંચામાળા ,તા.વ્યારા
- ૨૩ વર્ષિય મહિલા – વ્યારા
- ૧૮ વર્ષિય મહિલા – વ્યારા
- ૫૨ વર્ષિય મહિલા – વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500