તાપી જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જેને લઈ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.16મી જુલાઈ નારોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો એકપણ નવો કેસ મળી આવેલ નથી.
હાલ 1 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યો છે.
જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 3884 કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ 3756 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 127 દર્દીઓના મોત નિપજ્યા છે, હાલ 1 કેસ એક્ટિવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500