તાપી જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કેસોમાં વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં ફરી ધીમે પગલે કોરોનાનું સંક્રમણ જોર પકડી રહ્યું છે, આજે વધુ 7 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 655 થયો છે.
જીલ્લામાં કોરોના ની સારવાર દરમિયાન કુલ 38 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 7 દર્દી સાજા થયા. અત્યાર સુધી કુલ 580 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 39 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.11-ઓકટોબર નારોજ વાલોડ તાલુકામાં 3 કેસ, વ્યારામાં 2 કેસ અને ડોલવણ-સોનગઢમાં 1-1- કેસ મળી કુલ 7 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
11-ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...
(1) ૩૦ વર્ષિય મહિલા, પટેલ ફળિયુ,દેલવાડા,તા.વાલોડ
(2) 53 વર્ષિય મહિલા, ઉપલુ ફળિયું,દેગામા,તા.વાલોડ
(3) 40 વર્ષિય પુરુષ, ચીકી ફળિયું,દેગામા,તા.વાલોડ
(4) 36 વર્ષિય પુરુષ, ધરમપુરા ફળિયુ,કલકવા,તા.ડોલવણ
(5) 21 વર્ષિય મહિલા, મોગરવાડી ફળિયું,કસવાવ,તા.વ્યારા
(6) 33 વર્ષિય પુરુષ, સિદ્ધિ સિલા એપાર્ટમેન્ટ-વ્યારા
(7) 60 વર્ષિય પુરુષ, પટેલ ફળિયું,ઘોડા,તા.સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500