Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના એ વધુ 2 નો ભોગ લીધો, તાપી જીલ્લામાં આજે કોરોના પોઝીટીવના નવા 5 કેસ નોંધાયા

  • October 16, 2020 

તાપી જીલ્લામાં ફરી ધીમે પગલે કોરોનાનું સંક્રમણ જોર પકડી રહ્યું છે, આજે વધુ 5 લોકો કોરોનાગ્રસ્ત થયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 671 થયો છે. આજે વધુ 2 દર્દી સાજા થયા. અત્યાર સુધી કુલ 605 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 30 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

 

કોરોના એ વધુ 2 નો ભોગ લીધો...

 

મુખ્ય જીલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન ડો.નૈતિકભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર તા.14-ઓક્ટોબર નારોજ સોનગઢ તાલુકાના સીસોર ગામમાં રહેતા 57 વર્ષીય પુરુષ અને વાલોડ તાલુકાના બાજીપુરામાં રહેતા 82 વર્ષીય પુરુષ મળી કુલ 2  દર્દીઓ ના કોરોના ની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે મૃત્યુ આંક કુલ 40 પર પહોચ્યો છે.

 

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.15-ઓકટોબર નારોજ વાલોડ તાલુકામાં 1 કેસ, વ્યારામાં 1 કેસ, સોનગઢમાં 2 કેસ અને કુકરમુંડામાં 1 કેસ મળી કુલ 5 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

15-ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ.....

 

(1) 70 વર્ષિય મહિલા, અંબા માતાજીના મંદિર પાસે,બાજીપુરા-વાલોડ 

(2) 45 વર્ષિય મહિલા, દત્તકૃપા સોસાયટી-વ્યારા  

(3) 43 વર્ષિય મહિલા, કારભારી ફળિયું,ચિમેર-સોનગઢ  

(4) 18 વર્ષિય મહિલા, કારભારી ફળિયું,ચિમેર-સોનગઢ  

(5) 57 વર્ષિય મહિલા, પટેલ  ફળિયું,બહુરૂપા-કુકરમુંડા   

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application