તાપી જીલ્લામાં કોરોના ના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 642 થયો છે.
જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 39 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 14 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 557 ર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 62 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.5મી ઓક્ટોબર નારોજ વ્યારા તાલુકામાં કુલ 4 નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આપને અહીં જણાવી દઈએ છીએકે,કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓ ના આંકડાઓ તંત્ર દ્વારા વિગતવાર અને સમયસર આપવામાં આવતા નથી જેને લઈ તંત્ર ની કામગીરી પણ શંકા ના દાયરામાં આવી ગઈ છે.
પાંચમી ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...
(1) 58 વર્ષિય પુરુષ, રામકબીર નગર-વ્યારા
(2) 71 વર્ષિય પુરુષ, અંબામાતા મંદિર નજીક,વૃંદાવાડી-વ્યારા
(3) 50 વર્ષિય પુરુષ, સુરતી બજાર-વ્યારા
(4) 50 વર્ષિય પુરુષ, શ્યામવીલા સોસાયટી.મુસા,તા.વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500