તાપી જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્યો છે.જીલ્લામાં ફરી ધીમે પગલે કોરોનાનું સંક્રમણ જોર પકડી રહ્યું છે, આજે વધુ 4 લોકો કોરોનાગ્રસ્ત થયા છે.આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 648 થયો છે.
જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 38 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 1 દર્દી સાજો થતા અત્યાર સુધી કુલ 573 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 38 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 404 સેમ્પલ લેવાયા, 76 સેમ્પલનો રીપોર્ટ પેન્ડીંગ..
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.10-ઓકટોબર નારોજ વાલોડ તાલુકામાં 2 કેસ અને સોનગઢ-વ્યારામાં 1-1 કેસ મળી કુલ 4 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 404 સેમ્પલ લેવાયા, 76 સેમ્પલનો રીપોર્ટ પેન્ડીંગ..
10-ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...
(1) 52 વર્ષિય મહિલા, ઓરબીટ હાઉસ-2, મિશન નાકા-વ્યારા
(2) 51 વર્ષિય પુરુષ, આશ્રમ ફળીયુ,ખાંભલા-સોનગઢ
(3) 77 વર્ષિય મહિલા, બજાર ફળીયુ-વાલોડ
(4) 49 વર્ષિય મહિલા, બજાર ફળીયુ-વાલોડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500