તાપી જીલ્લામાં કોરોના ના વધુ 4 કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 627 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 07 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 531 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 73 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.3જી ઓક્ટોબર નારોજ વ્યારામાં 2 કેસ, વાલોડ અને ડોલવણમાં 1-1 કેસ મળી કુલ 4 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
3જી ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...
(1) 65 વર્ષિય મહિલા, વલ્લભનગર,બાજીપુરા-વાલોડ
(2) 57 વર્ષિય પુરુષ, પાલાવાડી-ડોલવણ
(3) 28 વર્ષિય પુરુષ, સ્ટેશન રોડ-વ્યારા
(4) 70 વર્ષિય પુરુષ, વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500