તાપી જીલ્લામાં કોરોના ના વધુ 11 કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 638 થયો છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 12 દર્દી સાજા થયા અત્યાર સુધી કુલ 543 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 72 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.ચોથી ઓક્ટોબર નારોજ વ્યારામાં 6 કેસ, વાલોડમાં 3 કેસ, ડોલવણ અને કુકરમુંડામાં 1-1 કેસ મળી કુલ 11 કોરોના પોઝીટીવના કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ચોથી ઓકટોબર નારોજ તાપી જીલ્લામાં નોંધાયેલ પોઝીટીવ કેસ...
(1) 68 વર્ષિય મહિલા, પટેલ ફળિયું,ગોડધા,તા.વાલોડ
(2) 32 વર્ષિય પુરુષ, રૂસ્તમજી પાર્ક,બાજીપુરા,તા.વાલોડ
(3) 64 વર્ષિય મહિલા-રૂસ્તમજી પાર્ક,બાજીપુરા,તા.વાલોડ
(4) 62 વર્ષિય પુરુષ, પારસી ફળિયું,ઘાણી,તા.ડોલવણ
(5) 65 વર્ષિય મહિલા, કાનપુરા-વ્યારા
(6) 24 વર્ષિય પુરુષ, ચન્દ્રલોક સોસાયટી-વ્યારા
(7) 35 વર્ષિય પુરુષ, આમ્બીયા,તા.વ્યારા
(8) 57 વર્ષિય મહિલા, ઇંદ્રપ્રસ્થ સોસાયટી-વ્યારા
(9) 62 વર્ષિય મહિલા, પાણીની ટાંકી પાસે,ગોલવડ-વ્યારા
(10) 58 વર્ષિય પુરુષ, ડેરી ફળિયું,ખોડતળાવ,તા.વ્યારા
(11) 60 વર્ષિય પુરુષ, નિમ્ભોરા,તા.કુકરમુંડા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500