કોરોના ના કહેર વચ્ચે રવિવાર નારોજ જીલ્લામાં કોરોના પોઝીટીવ નો માત્ર 1 કેસ સામે આવ્યો છે,
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.27-ડીસેમ્બર ના રોજ વ્યારાના તક્ષશીલા એપાર્ટમેન્ટ,સુરતી બજાર માં 46 વર્ષીય પુરુષ નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો કુલ આંક 854 થયો છે, આજે વધુ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, અત્યાર સુધી કુલ 802 દર્દીઓ સાજા થયા છે.
કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે તાપી જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 288 સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે હાલમાં 11 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500