સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે વસંત પંચમીએ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા કલરફૂલ સેવંતીના મિક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, 'રંગબેરંગી સેવંતીના મિક્સ ફુલો વડે દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવવામાં આવ્યા છે, અને શિક્ષાપત્રી ધરાવવામાં આવી છે.
આજે અનેક હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.' દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, 'આજે માં સરસ્વતીની આરાધનાના અવસર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાં જરદોશી વર્કવાળા વાઘા પહેરાવાયા છે. આ વાઘા મથુરામાં 15થી 20 દિવસની મહેનતે 10-15 કારીગરોએ બનાવ્યા છે. આ ઉપરાંત દાદાના સિંહાસન પર બેંગ્લોર, મદ્રાસ અને કલકત્તાથી મંગાવેલા ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે. આ શણગાર 6 સંતો, પાર્ષદ અને ભક્તોને કરતાં અંદાજે 4 કલાક જેટલો સમય લાગ્યો હતો.'
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500