Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં ચોરનો વહેમ રાખી ટાઈલ્સ ફિંટીંગના કારીગરની હત્યા

  • June 27, 2021 

સચીનના  ગ્લોરીના વેલી સોસાયટી માંથી ટાઈલ્સ ફીટીંગના કારીગરને ચોરી કરવા આવ્યો હોવાની આશંકા રાખી અજાણ્યાઅઓઍ પકડી ઢીકમુક્કીનો તેમજ હથીયારથી ઢોર મારમારી પતાવી નાંખ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

સચીન પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સચીન સુડા સેકટર સાંઈનાથમાં ભાડાના મકાનમાં રહેતા  આનંદ બિરેદર રમાની (ઉ.વ.૩૦) ટાઈલ્સ ફિટીંગનું કામ કરે છે જયારે તેની પત્ની સીતાદેવી સચીન ઉદ્યોગનગર ઍપરેલ પાર્કમાં આવેલ ગીંજા ઈન્ડસ્ટ્રીયલ લીમીટેડ કંપનીમાં સીલાઈ કામ કરે છે. આનંદ રમાનીની ગત શુક્રવારે સાંજે ચારેક વાગ્યે સચીન ગ્લોરીના વેલી સોસાયટીના બંગ્લા નં-બી-૧૨૩માંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા સચીન પોલીસ ઘટના સ્થળે પહોચી આનંદના મૃતદેહને પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પીઍમ રિપોર્ટમા આનંદને ઢીકમુક્કીનો તેમજ હથીયારથી ઢોર મારમારતા મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

 

 

 

 

પોલીસની તપાસમાં આનંદને અજાણ્યાઓઍ બંગ્લામાં ચોરી કરવા માટે આવ્યો હોવાની આશંકા અને વહેમ રાખી પકડીને ઢોર મારમારતા મોત થયું હોવાનું બહાર આવતા ગઈકાલે મૃતક આનંદની પત્ની સીતાદેવીની ફરિયાદ લઈ અજાણ્યા હત્યારાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application