Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ગુણસદા પાસેથી કારમાં દારૂની 48 બોટલ સાથે નવાપુરનો નગરસેવક સહિત 3 જણા ઝડપાયા

  • March 11, 2021 

સોનગઢના ગુણસદા ગામ પાસેથી ઉકાઈ પોલીસે કારમાં દારૂની 48 બોટલ સાથે 3 જણાંને ઝડપી પાડી કુલ રૂપિયા 3.52 લાખ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસને બાતમી મળી હતી કે, ચચરબુંદા તરફથી આવતી એક કારમાં ગેરકાયદે વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે જે બાતમીના આધારે ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોએ ગુણસદા ગામના નવા ફળિયા પાસે વોચ ગોઠવી હતી તે સમય દરમિયાન બાતમીવાળી કાર નંબર એમએચ/39/વી/3999 આવતા કારને અટકાવી પોલીસે કારમાં તપાસ હાથ ધરતા કાર માંથી દારૂની 48 બોટલો જેની કિંમત રૂપિયા 14,400/- નો દારૂ મળી આવ્યો હતો.

 

 

 

 

પોલીસે કાર ચાલક દાનીયેલ સાકરીયા ગામીત (રહે.ફૂલવાડી ગામ તા.ઉચ્છલ), કિશન અજય મહેતા (રહે.શિવાજી રોડ-દત્ત મંદિર પાસે,નવાપુર), તથા વિશાલ કિશોર સાંળગે (રહે.જનતા પાર્ક,નવાપુર) ના ઓની ધરપકડ કરી હતી જે પૈકી વિશાલ સાંળગે નવાપુર પાલિકામાં નગરસેવક હોવાનું બહાર આવ્યું હતું. ઉકાઈ પોલીસે દારૂ, 3 નંગ મોબઈલ તથા કાર મળી કુલ રૂપિયા 3,52,400/- નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application