Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં ત્રણ અલગ અલગ અકસ્માતનાં બાનવમાં ત્રણનાં મોત નિપજયાં

  • January 31, 2025 

સુરત શહેરમાં સચિન સાતવલ્લા બ્રિજ પાસે રાતે મિત્રને મળવા ગયેલા આધેડને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં ગોડાદરામા ટ્રકે બાઇકને ટક્કર મારતા ઇજા પામેલા હીરાદલાલ મોત થયુ હતુ અને ત્રીજા બનાવમાં બમરોલી રોડ પર મોપેડ સ્લીપ થતા ગંભીર ઇજા થતા વૃદ્ધ મોતને ભેટયા હતા. નવી સિવિલ અને સ્મીમેરથી મળેલી વિગત મુજબ સચિન જીઆઇડીસી ખાતે તિરૃપતિ બાલાજી ટાઉનશીપમાં રહેતા ૫૦ વર્ષીય ચંદન જોગેન્દ્રનાથ ડોરમાનાં બુધવારે કોઈ મિત્રને મળવા જવાનું કહીને ઘરેથી નીકળયા હતા.


બાદ રાત્રે સચીન-પલસાણા રોડ પર સાતવલ્લા બ્રીજ પાસેથી તે ચાલતા ચાલતા જતા હતા. ત્યારે તેને એક અજાણ્યા ફોર વ્હિલ ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે તે મૂળ વેસ્ટ બંગાળના વતની હતો. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બીજા બનાવમાં ગોડાદરામાં કિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતો ૪૦ વર્ષીય પરેશ લાખાભાઇ બલદાણીયા ગત બપોરે બાઇક પર વરછા ખાતે ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે ગોડાદરામાં કાગારૃ સર્કલ પાસે મહારાણા પ્રતાપ ચોક ખાડી પુલ પાસે બાઇકને અજાણ્યા ટ્રેક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.


જેમાં તેને ગંભીર ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. જયારે પરેશ મુળ અમરેલીમાં રાજુલાનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે વરાછામાં મીનીબજારમાં હીરાની દલાલી કરતો હતો. ત્રીજા બનાવમાં બમરોલી રોડ હરીધામ સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષીય શાંતિલાલ હરકિશનદાસ રાણા આજે સવારે મોપેડ પર કામ અર્થે જતા હતા. તે વેળાએ બમરોલી રોડ ખાડી કિનારા પાસે મોપેડ સ્લીપ થઇ હતી. જેમાં તેમને ઇજા થતા સારવાર માટે ૧૦૮માં નવી સિવિલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યા હતા. તેને ૩ સંતાન છે. તે ચ્હાનો સ્ટોલ ચલાવતા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application