સુરત શહેરમાં લાંબા સમયથી એકાએક બેભાન થવા અને છાતીમાં દુખાવો થયા બાદ મોતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. તેવા સમયે ડીંડોલીમાં પુત્રના લગ્નની પીઠી વિધીમાં ડાન્સ કરતા 56 વર્ષીય પ્રોઢ, હજીરામાં છાતીમાં દુઃખાવો થયા બાદ 42 વર્ષીય યુવાન અને સચીનમાં ખાતામાં કામ કરતી વખતે 47 વર્ષીય આઘેડની તબિયત લથડતા બેભાન થયા બાદ મોત નીપજ્યું હતું. સિવિલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં નવાગામમાં શ્રી હરીનગરમાં રહેતો 56 વર્ષીય કાંન્તીભાઇ પુડલીકભાઇ માલી રવિવારે મોડી રાતે તેમના પુત્ર લખનના લગ્નની પીઠીની વિધી નિમિતે ડાન્સ કરતા હતા.
તે સમયે તેમને અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ બેભાન થઈ ગયા હતા. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. જયારે તેમના સંતાનમાં 3 પુત્ર અને 1 પુત્રી છે. તે સચીન ખાતે સંચાખાતામાં સુપરવાઇઝર હતા. બીજા બનાવમાં હજીરામાં હિન્દ ટરમીનેલ નજીકમાં રહેતો 42 વર્ષીય રાજેશ ખેદુ ગોંડ રવિવારે મોડી રાતે હજીરા બાઇપાસ રોડ ટ્રક સાઇડમાં પાર્ક કરીને પગપાળા જતા હતા. તે સમયે તેને અચાનક છાતીમાં દુઃખાવો થતા તેમણે ભત્રીજાને ફોન કરીને જાણ કરતા ત્યાં દોડી આવ્યો હતા.
બાદમાં ત્યાં પહોચેલા 108નાં કર્મચારી તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશમાં આઝમગઢનો વતની હતો. તે ડ્રાઇવીંગ કામ કરતો હતો. ત્રીજા બનાવમાં સચીન જી.આઇ.ડી.સીમાં પાલીગામમાં છોટુ કાકાની વાડીમાં રહેતા 47 વર્ષીય બાલકૃષ્ણનો ખલીયા નાયક ગત તા.1લીએ રાતે સચીનમાં તુલસી ટેક્સટાઇલ કંપનીમાં મજુરી કામ કરવા ગયા હતા. ત્યારે ગત તા.2જીએ કામ કરતી વખતે તેમની અચાનક ગભરામણ થતા બાદ તબિયત બગાડતા બેભાન થઈ ગયા હતા. જોકે ત્યાં પહોચેલા 108 સ્ટાફે તેને મૃત જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500