Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાનાં શ્રમયોગીનું એ.ટીમ.એમ કાર્ડ બદલી ખાતામાંથી રૂપિયા તફડાવનાર ત્રણ ઈસમો ઝડપાયા

  • March 07, 2025 

વલસાડ વન વિભાગની કચેરીમાં આવેલા આહવાનાં શ્રમયોગીનું એ.ટીમ.એમ કાર્ડ ત્રણ ભેજાબાજોએ બદલીને તેના ખાતામાંથી રૂ.૨૩ હજાર તફડાવી લીધા હતા. આ ગુન્હામાં સંડોવાયેલ મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ વિસ્તારના ત્રણ ભેજાબાજોને સિટી પોલીસે ગણતરીના કલાકોમાં રૂ.૪, ૩૫,૭૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ડાંગ જિલ્લાના આહવા ગામના પટેલ ફળિયાના રહીશ મધુભાઈ ચિંતામણભાઈ ગવળી, આહવા વન વિભાગમાં શ્રમયોગી તરીકે ફરજ બજાવે છે. તેઓ વલસાડની વન ભવન કચેરીએ આવ્યા હતા.


તેઓ હાલર રોડ પાસે આવેલી એચ.ડી.એફ.સી બેંકનાં એ.ટી.એમ. સેન્ટરમાં પહોચ્યા હતા. ત્યાં બે ભેજાબાજોએ મધુભાઈને નાણાં ઉપાડવામાં મદદ કરવાનું જણાવી એટીએમ કાર્ડ બદલી ત્રણ ટ્રાન્ઝેક્શન કરી રૂ.૨૩ હાજર ઉપાડી લીધા હતા. છેતરાયેલ મધુભાઈએ ભેજાબાજો સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સિટી પી.આઈ. પોલીસની ટીમે બેંકના સી.સી.ટી.વી. ફૂટેજ સહિતના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરવા ઉપરાંત આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.


આ ઉપરાંત ખાનગી બાતમીદારોની મદદ પણ લીધી હતી વન વિભાગના શ્રમ યોગીના બેંક ખાતામાંથી રૂ.૨૩ હજાર તફડાવનાર અબ્દુલ હકીબ ઝહિરુદ્દીન કુરેશી (ઉ.વ.૨૩., રહે.કરણપુર કુઇ તા.પટ્ટી જી.પ્રતાપગઢ, ઉત્તરપ્રદેશ), સૈયદ ઉર્ફે સૈયાદ કમાલુદ્દીન હાજી (ઉ.વ.૩૫., રહે.કદવઈનષર, વડાલ વેસ્ટ, મુંબઈ મૂળ રહે,પ્રતાપષઢ, ઉત્તરપ્રદેશ) અને રિયાઝ સરતાજ ખાન (રહે.ભીમ નષર સેન્ટ્રલ રોડ, અંધેરી મુંબઈ મૂળ રહે.પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ)ને ઝડપી પાડયા હતા. સિટી પોલીસે ભેજાબાજ આરોપીઓએ ઉપયોગમાં લીધેલ કાર કિંમત રૂ.૩ લાખ, રોકડા રૂ.૧,૦૫,૭૦૦, ૩ મોબાઈલ ફોન કિંમત રૂ.૩૦,૦૦0 અને અલગ અલગ બેંકોના ૬૩ એ.ટી.એમ કાર્ડ મળી કુલ રૂ.૪,૩૫,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી જરૂરી કાર્યવાહે હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application