Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ 3 કેસ સાથે તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 866 થયો, હાલ 15 કેસ એક્ટીવ

  • January 05, 2021 

તાપી જીલ્લાના માત્ર વ્યારા તાલુકામાં સોમવારે કોરોના પોઝિટીવ ના નવા 3 કેસ સામે આવ્યા છે, 

 

 

જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.4-જાન્યુઆરી ના રોજ વ્યારામાં નવા બસ સ્ટેન્ડની સામે 60 વર્ષીય મહિલા, વ્યારાના કાનપુરાની ફ્લાવર રેસીડેન્સીમાં 32 વર્ષીય પુરુષ અને વ્યારાના બોરખડી ગામના કુંડળ ફળીયામાં 52 વર્ષીય પુરુષ મળી કુલ 3 લોકોના કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.

 

 

જીલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝિટીવ દર્દીઓના કુલ 866 કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ 810 દર્દીઓ સજા થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ  41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે  412 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 15 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application