કેદારનાથ પગપાળા માર્ગ પર એક દુઃખદ ઘટના બની. અહીં પહાડો પર ભૂસ્ખલન થતાં કાટમાળ અને મોટા મોટા પથ્થરો પડતાં 6 શ્રદ્ધાળુઓ દટાઈ ગયા હતા. જેમાંથી 3નાં મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે અન્ય 3ની હાલત ગંભીર જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર ત્રણ શ્રદ્ધાળુઓના મૃતદેહોને કાટમાળમાંથી ભારે જહેમત બાદ કાઢી લેવામાં સફળતા મળી હતી. હજુ પીડિતોની ઓળખ જાહેર થઈ શકી નથી.
જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી નંદન સિંહે કહ્યું કે અમને સવારે 7:30 વાગ્યે ઘટનાની જાણકારી મળી. જેમાં ચીરબાસા નજીક પર્વત પરથી કાટમાળ અને ભારે પથ્થરો ધસી આવવાની જાણકારી અપાઈ હતી. સૂચના મળતાં જ યાત્રા માર્ગમાં તહેનાત સુરક્ષાકર્મીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા. જેમાં એનડીઆરએફ, ડીડીઆર, વાયએમએફ તંત્રની ટીમે રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. ઘાયલોને સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. હાલ રસ્તા પરથી કાટમાળ હટાવવાની કામગીરી પણ ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application