Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી ગામે ખાડામાં ઉતરેલ યુવકનાં મોતનાં ૧૫ દિવસ બાદ ત્રણ સામે ગુન્હો નોંધાયો

  • March 05, 2025 

વાલોડનાં બુહારી ગામનાં વૃંદાવન કોમ્પ્લેક્ષ આગળ હાઈવેની બાજુમાં પાઈપલાઈન લીકેજના સમારકામ માટે ઊંડા ખાડામાં ઉતરેલ યુવકના મોતનાં ૧૫ દિવસ બાદ પછી એજન્સીના સાઈટ સુપરવાઈઝર, મુખ્ય સુપરવાઈઝર અને એન્જિનિયર વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ઘટના સમયે એજન્સી દ્વારા કર્મચારીને ફાયર સેફ્ટીના સાધનો અપયા ન હતા. તેમજ ખોદાયેલા ખાદામાં માટી ધસી ન પડે તે માટે પાટયા કે આડશ મુકવામાં આવી ન હતી તેના કારણે માટી ધસી પડી હતી. આ દુર્ધટમાં યુવક કામદારે જીવ ગુમાવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, વાલોડનાં બુહારી ગામના વૃંદાવન કોમ્પ્લેક્સ સામે રાજ્ય ધોરીમાર્ગ નજીક પાણીની લાઈનમાં લીકેજની સમસ્યા ઉભી થઈ હતી.


જેથી ગત તારીખ ૧૬/૦૨/૨૦૨૫ નારોજ સવારે ૧૦ વાગ્યાનાં સમયગાળા દરમિયાન પાણી પુરવઠા વિભાગ દાદરીયા ખાતેના કોન્ટાક્ટર કે.એસ.ગોધાણી એજન્સીના સુપરવાઈઝર નીતિન મહેશભાઈ લાખાણી (રહે.અરિહંત બિલ્ડીંગ, વિપુલ પાર્ક સોસાયટીની બાજુમાં, વ્યારા) અને લાઈનમેન તેજસ જગદીશભાઈ કોકણી તથા જે.સી.બી. મશીન નંબર જીજે/૨૬/સી/૦૯૮૫ના ઓપરેટર હિતેશ બાબુભાઈ પટેલે પાણીના પાઈપલાઈનની લીકેજની તપાસ કરવા જગ્યા ઉપર ગયા હતા. ત્યારે ત્યાં આશરે ૬૦ ફૂટ લાંબો અને ૧૫થી ૨૦ ફુટ જેટલો ઊંડો ૫ ફૂટ પહોળો ખાડો ખોદયો હતો. આ ખાડામાં ઉતરીને લાઈનમેન તેજસએ કામ કરવા જતા ઉપરથી માટી ધસી પડી હતી.


જ્યાં તેજસ ખાડામાં નીચે દબાઈ જતા તેનું મોત નિપજ્યું હતું. અહીં કામગીરી કરવા માટે પૂરતા સલામતીનાં સાધનો જેમાં હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, સેફ્ટી શૂઝ, હેન્ડ ગ્લબ્સ વગેરે સાધનો અપાયા ન હતા. આ ઉપરાંત ખાડામાં માટી ધસી ન પડે એ માટે આજુબાજુ પાટિયા કે આડશ લગાવવાનું કામ કરાયું ન હતું. જેથી એજન્સીએ બેદરકારી દાખવી હોવાનું જણાયું હતું. બનાવ અંગે વાલોડ પોલીસ મથકે કે.એસ.ગોધાણી એજન્સીના સાઈડ સુપરવાઈઝર નીતિન મહેશભાઈ લાખાણી (રહે.વ્યારા), મુખ્ય સુપરવાઈઝર રીતિન ઘનશ્યામ માંગુકિયા (રહે.સુરત) અને એન્જીન્યર વૈભવ માનસિંગ મોર્ય (રહે.વ્યારા)નાઓ વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશને તારીખ ૦૪/૦૩/૨૦૨૫ નારોજ મૃતક તેજસના મોતના ૧૫ દિવસ પછી ગુનો દાખલ કરાતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application