સુરત શહેરમાં રહેતા 13 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા ત્રણ આરોપીને ગતરોજ પોક્સો કેસોની વિશેષ અદાલતના જજ દિલીપ પી.મહીડાએ 10 વર્ષની સખત કેદ અને રૂપિયા 25 હજાર દંડનો હુકમ કર્યો હતો. જો દંડ નહી ભરે તો વધુ એક વર્ષની સજાનો નિર્દેશ આપ્યો હતો.
બનવાની વિગત એવી હતી કે, સન 2012ના વર્ષમાં સુરતમાં રહેતા 13 વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સદ્દામ હુસેન શોકતઅલી શેખ (ઉ.27, રહે.ઉધના) અને રાકેશ દેવનારાયણ પોદ્દાર (ઉ. 27, રહે.ઉધના)નાઓએ 13 વર્ષીય કિશોરને રાત્રી દરમિયાન ખાડી કિનારે લઇ જઇ બાળકની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતુ. આ વાતની ખબર મોહમંદ સમશેર જિક્કા વાજીદઅલી શેખ (ઉ.27, રહે.ઉધના) થતા તેને બાળકને ધમકાવીને એને પણ બાળકની મરજી વિરૂદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતુ. જોકે ત્યારબાદ બાળકને પેટમાં દુઃખાવો થયો હતો અને મળ માર્ગે લોહી પડવા લાગતા સારવાર માટે ડોકટર પાસે લઇ જવાતા આ ઘટના બહાર આવી હતી.
જેથી ઉધના પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કોર્ટમાં કેસની અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાની રજૂઆતો બાદ કોર્ટે ત્રણેય આરોપીને જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબતના અધિનિયમ 2021ની કલમ-3 (એ) 5 (જી) 4, 6 મુજબના શિક્ષાપાત્ર ગુનામાં દોષી ઠરાવ્યા હતા અને ત્રણેયને 10 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 25,000નો દંડ અને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500