રાજધાની દિલ્હીમાં ફરી એકવાર શાળાઓને ધમકી મળી છે. ઈમેલ દ્વારા દિલ્હીની 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે કહ્યું કે અત્યાર સુધીની તપાસમાં કંઈ મળ્યું નથી. વધુ તપાસ ચાલુ છે. રાજધાની દિલ્હીની 40 સહિત અનેક મોટી શાળાઓને બોમ્બની ધમકી મળી છે. જેમાં ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલને પણ બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો છે. જે બાદ શાળાઓએ બાળકોને ઘરે પરત મોકલી દીધા છે. ઘણી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બોમ્બની ધમકી બાદ ફાયર બ્રિગેડ અને પોલીસને માહિતી આપવામાં આવી છે. માહિતી આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું કે સોમવારે દિલ્હીની ઘણી સ્કૂલોને બોમ્બની ધમકી મળી હતી. જેમાં ડીપીએસ આરકે પુરમ અને પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલ, મધર મેરી સ્કૂલ, બ્રિટિશ સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલ સહિત ઘણી સ્કૂલોનો સમાવેશ થાય છે.
દિલ્હી પોલીસે જણાવ્યું કે આજે 40થી વધુ શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. મેઈલમાં લખ્યું છે કે મેં ઈમારતોની અંદર ઘણા બોમ્બ પ્લાન્ટ કર્યા છે. બોમ્બ નાના અને ખૂબ જ સારી રીતે છુપાયેલા છે. આનાથી ઈમારતને વધારે નુકસાન નહીં થાય, પરંતુ બોમ્બના વિસ્ફોટને કારણે અનેક લોકો ઘાયલ થશે. જો મને $30,000 નહીં મળે તો હું બોમ્બ વિસ્ફોટ કરીશ. અગાઉ પણ શાળાઓને મળી ચુકી છે ધમકીઓ 29 નવેમ્બરના રોજ રોહિણીની વેંકટેશ્વરા ગ્લોબલ સ્કૂલને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. આના એક દિવસ પહેલા પ્રશાંત વિહાર વિસ્તારમાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. રાજધાનીમાં આવી જ ધમકીઓ સતત મળી રહી છે. દિલ્હીના પ્રશાંત વિહારમાં થયો હતો વિસ્ફોટ ગુરુવારે સવારે પ્રશાંત વિહાર વિસ્તારના એક પાર્કની પાસે એક મીઠાઈની દુકાનની સામે જોરદાર વિસ્ફોટ થયો હતો.
જેમાં ઘટનાસ્થળે હાજર એક ટેમ્પો ચાલક ઘાયલ થયો હતો. એક મહિના પહેલા આ જ વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલની દિવાલ પાસે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ કેસમાં પોલીસને હજુ સુધી આરોપીઓ વિશે કોઈ સુરાગ નથી મળ્યો. પોલીસે વિસ્ફોટના સંબંધમાં કેસ નોંધ્યો છે. પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશને અજ્ઞાત વ્યક્તિઓ સામે સ્વૈચ્છિક રીતે ખતરનાક શસ્ત્રો અથવા માધ્યમો દ્વારા ગંભીર ઇજા પહોંચાડવા માટે, વિસ્ફોટક પદાર્થ અધિનિયમ અને જાહેર સંપત્તિને નુકસાન અટકાવવા માટેનો કેસ નોંધ્યો છે. ગુરુવારે બી બ્લોકમાં થયેલા બ્લાસ્ટમાં એક ટેમ્પો ચાલક ઘાયલ થયો હતો. તપાસ દરમિયાન પોલીસને સ્થળ પરથી ટાઈમર, ડિટોનેટર, બેટરી, ઘડિયાળ, વાયર વગેરે મળી આવ્યા ન હતા. પ્રાથમિક તપાસ બાદ પોલીસને શંકા છે કે આમાં પણ નાઈટ્રેટ અને હાઈડ્રોજન પેરોક્સાઈડ કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેને હાઈ ગ્રેડ વિસ્ફોટકો ગણવામાં આવતા નથી. આશંકા છે કે ડ્રાઇવરે કચરામાં રાખેલા વિસ્ફોટક પર બીડી ફેંકવાના કારણે બ્લાસ્ટ થયો હતો. પોલીસ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500