વ્યારાનાં ઉંચામાળા ગામનાં ડુંગરી ફળિયામાં બંધ મકાનના તાળા તોડી અંદર ઘૂસેલા ચોરને આબાદ રીતે ઝડપી પાડી પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. મૂળ બિહારનો વતની અને હાલમાં બેડકુવાદુર રહેતો વિનય યાદવ ચોરીના ઇરાદે મકાનમાં ઘૂસ્યો પરંતુ સફળ થયો ન હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં ઉંચામાળા ગામનાં ડુંગરી ફળિયામાં સુનિલભાઈ દિવાનભાઈ ગામીતના નાનાભાઈ દિવ્યેશભાઈનું મકાન આવેલું છે. જોકે દિવ્યેશભાઈ તથા તેમનો પરિવાર વ્યારા ખાતે ભાડેથી રહે છે, જયારે રજાના દિવસોમાં ગામના મકાનમાં આવે છે. સુનિલભાઈ દરરોજ જમીને રાત્રે ભાઇના મકાનના ધાબા ઉપર ચાલવા જતા હતા તેમડ લાઇટ ચાલુ કરી આવતા હતા. ગત તારીખ 05/032025 નારોજ સુનિલભાઈ ચાલવા માટે ગયા હતા. તે દરમિયાન ભાઈના મકાનના મેઇન દરવાજાનું તાળું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો જોવા મળતા જેઓ ચોંકી ગયા હતા.
તેઓને ચોરીની આશંકા લાગતા મેઇન દરવાજાને બહારથી બંધ કરી તેમના મિત્રોને જાણ કરી હતી. આ સમયે ચોર ઘરમાં પુરાઈ ગયો હતો. લોકોને કાકરાપાર પોલીસને બોલાવી ચોરને સોંપી દીધો હતો. પોલીસે પૂછપરછ કરતા ચોરે પોતાનું નામ વિનયકુમાર વિક્રમાકુમાર યાદવ (ઉ.વ.૩૯, રહે હાલ.બેડકુવાદુર, અણુમાલા પ્લાન્ટ જવાના રસ્તાની બાજુમાં આવેલ કાનજીભાઈની ખોલીમાં, મૂળ રહે.રામપુર રૂદ્ર થાના-પાનાપુર, જિ. છપરા, સરન-બિહાર) જણાવ્યું હતું અને ચોરને કબાટમાંથી કોઈ કિંમતી વસ્તુ મળી ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500