Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરાનાં જાંબુઆ વિસ્તારમાં પાણીની લાઈન અને વાલ્વ બદલવાની કામગીરી હોવાથી આગામી બે દિવસ પાણીની તંગી સર્જાશે

  • January 11, 2024 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ દ્વારા તારીખ 11 અને 12 દરમિયાન જાંબુઆ પાણીની ટાંકીની બહાર પાણીની લાઈન અને વાલ્વ બદલવાની કામગીરી કરવાની હોવાથી બે દિવસ પાણી ઓછા પ્રમાણમાં મળશે જેમાં તારીખ 11ના રોજ પાણી મળશે નહીં જ્યારે તારીખ 12ના રોજ ઓછા દબાણથી અને વિલંબથી પાણી વિતરણ થશે તેમ જાણવા મળે છે જેથી બે લાખ લોકોને પાણી મળશે નહીં.


વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના દક્ષિણ વિસ્તારમાં જાંબુવા ટાંકીના ગેટ પાસે 450 મીમી વ્યાસની નળિકા તેમજ વાલ્વ બદલવાની કામગીરી તારીખ 11/01/2024નાં રોજ સવારના પાણી વિતરણના સમયબાદ હાથ ધરવાની હોઈ જાંબુવા ટાંકીથી પાણી સાંજના સમયમાં અને મેળવતા વિસ્તારોમાં સવારના સમયમાં પાણી વિતરણ કરવામાં આવશે નહી, તેમજ તારીખ 12/01/2024નાં રોજ સાંજના સમયમાં પાણી વિતરણ વિલંબથી, હળવા દબાણથી તેમજ ઓછા સમય માટે કરવામાં આવશે, જેથી જરૂરી પાણીનો જથ્થો સંગ્રહ કરવા વિનંતી કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application