સુરત શહેરમાં એક યા બીજા કારણોસર અલગ અલગ વિસ્તારમાં પાણીકાપ મૂકવો પડી રહ્યો હોય લોકોની હાલાકી વધી જવા પામી છે. ત્યારે સરથાણા વોટર વર્કસ ખાતે તારીખ 06/06/2024 એટલે કે ગુરૂવારના રોજ એચ.ટી. વીજ સપ્લાય સાઈટ પર રિપેરીંગ અને મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવવાની હોવાથી સરથાણા વોટર વર્કસમાં પાવર સપ્લાય બંધ રહેશે તેથી શહેરનાં ઘણા વિસ્તારોમાં પાણી કાપ રહેવાનો હોવાનું મનપાની યાદીમાં જણાવાયું છે. આ વિસ્તારોમાં લોકોએ પાણી માટે આગોતરું અયોજન કરી લે તેવી અપીલ કરવામાં આવી છે.
જોકે મનપાની યાદીમાં જણાવ્યા મુજબ આ રીપેરીંગના પગલે સરથાણા વોટર વર્કસ ખાતે પાવર સપ્લાય બંધ રહેવાના કારણે આ વોટર વર્કસ સાથે જોડાયેલા જળ વિતરણ મથકો ઉમરવાડા, ડુંભાલ, કિન્નરી, ઉધનાસંઘ, ખટોદરા, અલથાણ, વેસુ, ભીમરાડ, આભવા, ડુમસ, ગવિયર સ્માર્ટ સિટી જળ વિતરણ મથક, મગોબ જળ વિતરણ મથકમાં સરથાણાથી પાણી આવી શકશે નહીં. તેથી પૂર્વ ઝોન-એ, પૂર્વ ઝોન-બી (સરથાણા), સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ), લિંબાયત, તથા અઠવાના સંલગ્ન વિસ્તારોમાં ગુરૂવારે પાણી પુરવઠો બંધ રહેશે.
ગુરુવારે પાણી કાપ આ વિસ્તારોમાં લાગુ પડશે...
- નવો પૂર્વ ઝોન-બી (સરથાણા) : બપોરનો સપ્લાય : (12.30 થી 3.45) નવો પૂર્વ ઝોન-બીમાં ટી.પી. સ્કીમ નં.38
(નાના વરાછા) ટી.પી. સ્કીમ નં. 20 (નાના વરાછા-કાપોદ્રા), નાના વરાછા ગામતળ તથા તેની આસપાસની તમામ સોસાયટી/લાગુ વિસ્તારો
પૂર્વ ઝોન-એ વરાછા : બપોરનો સપ્લાય : (સાંજે 12.30થી 3.45) રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, અશ્વનીકુમાર,
ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા તેમજ સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર - લિંબાયત : સાંજનો સપ્લાય : (સાંજે 6.00 થી 10.00) નીલગીરી સર્કલ તેમજ લક્ષમણનગર ફાટકની આજુબાજુનો વિસ્તાર, નવાગામ પટેલ ફળીયાની આજુબાજુનો વિસ્તાર, નંદનવન સોસાયટી, ટી.પી.સ્કીમ નં.33 (ડુંભાલ), 39 પાર્ટ, 40 અને 41નો વિસ્તાર બપોર તથા સાંજનો : સપ્લાય સ્માર્ટ સિટી જળ વિતરણ મથકો હેઠળ આવતો ટી. પી. સ્કીમ નં.07-(આંજણા), 08-(ઉમરવાડા), 19-(પરવટ-મગોબ), 33-(ડુંભાલ), 34- (મગોબ-ડુંભાલ), 53-(મગોબ-ડુંભાલ) તથા 64-(ડુંભાલ-મગોબ)માં સમાવિષ્ટ વિસ્તારો
- સેન્ટ્રલ ઝોન : સાંજનો સપ્લાય : (સાંજે 6.25થી 11.00) રેલ્વે સ્ટેશન, દિલ્હીગેટથી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાંવટ અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર
- અઠવા : બપોરનો સપ્લાય : વેસુ-1 જળ વિતરણ મથક હેઠળ આવતો સુમન સેલ, વેસુ ગામતળ, શોમેશ્વરા ચોકડી, સુડાભવન, કુષ્ણધામ,દેવદર્શન,સિધ્ધ રો હાઉસ, પીપલોદ અને સોસાયટીઓનો આજુબાજુનો વિસ્તાર, ભીમરાડ જળ વિતરણ મથક હેઠળ આવતા, ટીપી.43 (ભીમરાડ), ટી.પી.42(ભીમરાડ-સુડા) અને ડ્રીમસીટી ખજોદ, ભીમરાડ ગામ, સરસાણા ગામનો વિસ્તાર
- અઠવા ઝોન : સાંજનો સપ્લાય: વેસુ-2 જળ વિતરણ મથક હેઠળ સાંજે આપવામાં આવતો શ્યામ પેલેસ, શુંગાર રેસિડેન્સી, નંદની -1,2 નંદનવન-3, સંગાથ રેસિડેન્સી, સ્ટાર ગેલેક્ષી, એલ,એન્ડ ટી કોલોની, ઓ.એન.જી.સી. ફેઈઝ-ર, ફોઈનીલ, ફલોરન્સ, કિ્રસ્ટલ પેલેસ તથા સોસાયટીઓની આજુબાજુનો વિસ્તાર
શુક્રવારના રોજ આ વિસ્તારમાં પાણી કાપ રહેશે..
સાઉથ-વેસ્ટ ઝોન (અઠવા) : સવારનો સપ્લાય : ડુમસ જળ વિતરણ મથક હેઠળ આવતા ગવીયર, ડુમસ, કાંદી ફળીયા,
સુલતાનાબાદ, ભીમપોર ગામતળ વિસ્તાર તથા સેટેલાઈટ બંગલો, અવધ ઉટોપીયા, એરપોર્ટ, અવધ કોપરસ્ટોન, અવધ કેરોલીના, વીકેન્ડ એડ્રેસ, મેરીઓન રેસીડેન્સી, અગ્રવાલ પ્રગતિ ટ્રસ્ટ અને તેની આજુબાજુનો વિસ્તાર.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500