વ્યારાના ઊંચામાળા ગામના વિસ્તારમાં આવેલ અણુમાલા ટાઉનશીપ સોસાયટીના મકાન નંબર બી-02/07 માં રહેતા મયુરભાઈ દિલીપભાઈ જાદવ, છેલ્લા પાંચ વર્ષથી ટાઉનશીપના પ્લાન્ટમાં ટેકનીશીયન તરીકે કામગીરી કરતા આવ્યા છે, જોકે દિવાળીના તહેવાર નિમિતે મયુરભાઈ પરિવાર સાથે બહાર ગામ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ મયુરભાઈના ઘરના દરવાજાને મારેલું તાડુ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને બેડરૂમના લાકડાના અંદરના લોકરને તોડી લોકરમાંથી સોના ના અલગ અલગ દાગીના આશરે 7.7 તોલા જેની કિંમત રૂપિયા 1,15,500/- ના મત્તાની ચોરી કરી અજાણ્યા ચોરટાઓ નાશી છુટ્યા હતા.
બનાવ અંગે મયુરભાઈ જાદવએ સોમવારે કાકરાપાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે, ચોરટાઓ અહીના વિસ્તારમાં એક સપ્તાહ દરમિયાન ચોરીની બીજી ઘટનાને અંજામ આપ્યો છે.ત્યારે પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500