વીઆઈપી રોડ શ્યામબાબા મંદિર પાસે સેરેટોન લક્ઝરી ઍપાર્ટમેન્ટમાં રહેતા કેમિકલના વેપારીના મકાનમાંથી રૂપિયા ૪.૮૦ લાખના દાગીનાની ચોરી થઈ છે. વેપારીને ચોરીમાં નોકરાણી પર શંક છે. નોકરાણીઍ થોડા દિવસ કામ કર્યા બાદ છોડી દીધુ હતું અને જયારે વેપારીઍ ફોન કરી ચોરી અંગે પુછતા તે ઉશ્કેરાઈ ગઈ હતી અને વેપારી સહિત પરિવાર સામે પોલીસમાં અરજી પણ કરી હતી. હાલ પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી શંકાને આધારે નોકરાણીની પુછપરછ પણ કરી હતી.(ફાઈલ ફોટો)
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ વી.આઈ.પી રોડ શ્યામબાબા મંદિર પાસે સેરેટોન લક્ઝરી ખાતે રહેતા મનહરભાઈ આંબાભાઈ ગોયાણી(ઉ.વ.૫૦) ભેસ્તાન આશીર્વાદ ઈન્ડસ્ટ્રીયલ ઍસ્ટેટમાં અગ્રવાલ ઍન્ટરપ્રાઈસના નામે કેમીકલનો વેપાર કરે છે. મનહરભાઈની પત્ની ઉષાબેનને સપ્ટેમ્બર મહિનામાં કમરથી પગ જકડાઈ જતા હોવાથી કામ થતુ ન હતું જેંથી કલ્પના જગત મરાઠે (રહે, પાંડેસરા ગોરધનનગર)નામની મહિલાને માસીક રૂપિયા ૪ હજારના પગાર ઉપર ઘરકામ માટે રાખી હતી. કલ્પના બપોરના બેથી ત્રણ વાગ્યાના આરસામાં કામ પર આવતી હતી. મનહરભાઈ અને તેની પત્ની ઉષાબેન તેના બેડરૂમના લાકડાના કબાટમાં દાગીના અને ધંધાકીય પેમેન્ટ મુકતા હતા. અને તેની ચાવી ડાયનીંગ ઍરીયા પાસે બેઝીંગના ડ્રોવરમાં મુકતા હતા જે અંગેની જણ કલ્પનાને હતી. કલ્પનાઍ થોડા દિવસો કામ કર્યા બાદ આવવાનું બંધ કરી દીધુ હતુ તે બાદ મનહરભાઈને વતન જવાનું હોવાથી દાગીના માટે કબાટ ખોલતા ડ્રોવરમાંથી દાગીના ગાયબ હતા. જેમાં ઍક તોલાની વીટી, દોઢ તોલાની સોનાની ચેઈન, અઢી તોલાનું ડાયમંડ પેન્ડલ સાથેનું મંગળસુત્ર, ત્રણ તોલાની રૂદ્રાશની લક્કી, ત્રણ ગ્રામનું બેબીનું હાથનું લુઝ, નવ તોલાની સોનાનો સેટ જે ઍન્ટીક પીસ હતો. આ કુલ અંદાજે ૧૭ તોલા અને ૩ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૪,૮૦,૦૦૦ થાય છે ઘરમાં બહારથી કોઈ આવ્યું નથી અને કબાટમાંથી ચાવીથી ખોલવામાં આવ્યું હતું જેથી મનહરભાઈઍ નોકરાણી કલ્પનાને ફોન કરી ચોરી અંગે પુછતા કોઈ હકીકત મળી ન હતી ઉપરથી કલ્પના ઉસ્કેરાઇને પાંડેસરા પોલીસમાં મનહરભાઈ સામે ખોટા આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી. જેથી મનહરભાઈને ચોરીમાં તેનો હાથ હોવાની આશંકા સાથે તેના ભુતકાળમાં અને અન્ય બાબતો તપાસ કરતા કામ પર રાખતી વખતે કલ્પનાઍ તેની બેન પૈસાદાર છે જે હકીકત ખોટી જણાવી હોવાનું અને અગાઉ કામ કરે તે જગ્યા પણ અલગ અલગ કહેતી હોવાથી શંકા છે બનાવ અંગે મનહરભાઈઍ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી મનહરભાઈઍ વ્યકત કરેલી શંકાને આધારે નોકરાણી કલ્પનાની પુછપરછ કરી હતી પરંતુ હજુ કોઈ સફળતા મળી નથી છતાં આગળની તપાસ પીઆઈ ટી.વી.પટેલ કરી રહ્ના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500