Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાયણ સુગર રોડ ઉપર પંક્ચર બનાવવા ગયેલ દુકાનદારની કારમાંથી રોકડા રૂપિયા ૪.૪૫ લાખ ભરેલ બેગની ચોરી થઈ

  • December 21, 2024 

થોડા દિવસ પહેલા સાયણ સુગર રોડ ઉપર પેટ્રોલપંપની બાજુમાં પંકચરની દુકાન ઉપર કારમાં પંચર બનાવવા ગયેલા ડો.પરેશ પરમારની કારમાંથી ૨૫,૦૦૦/- રોકડા સાથે જરૂરી ડોક્યુમેન્ટોની બેગ ચોરી થઈ હતી. જોકે પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલે તે પહેલા જ ફરી સુગર રોડ ઉપર કારમાં પંક્ચર બનાવવા ગયેલા રાજસ્થાની દુકાનદારની કારમાંથી રોકડા રૂ.૪.૪૫ લાખ ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના ઓલપાડ પોલીસના ચોંપડે નોંધાઈ હતી. મુળ રાજસ્થાનનાં ભીલવાડા જિલ્લાનો વતની રણજીત ભવનલાલ જાટ હાલ સાયણ ટાઉનમાં આદ્યશક્તિ એપાર્ટમેન્ટના ફ્લેટ નં.૨૦૫માં રહે છે.


તે સાયણ સુગર રોડ ઉપર ગાયત્રી ટેક્સટાઈલ્સમાં મહાદેવ મોબાઈલ નામની દુકાનમાં મોબાઈલ રિપેરીંગ તથા મની ટ્રાન્સફર કરવાનો ધંધો કરે છે. રણજીત જાટ ગત તારીખ ૨૩/૧૧/૨૦૨૪ નાંરોજ રાત્રે દુકાન બંધ કરી તેની કાર નંબર જીજે/૦૫/આરએકસ/૨૪૯૫ હંકારી ઘરે જવા નીકળ્યો હતો. તે સમયે તેણે દુકાનમાં થયેલી આવકના રોકડા રૂ.૪.૪૫ લાખ સાથેની બેગ કારમાં ડ્રાગવર સીટની બાજુમાં મુકી હતી. આ સમયે કારમાં પાછળના ડાબી બાજુના ટાયરમાં પંચર જણાતા તે સુગર રોડ ઉપર સિલ્વર આર્કેડમાં રિધ્ધી-સિધ્ધી નામના ગેરેજમાં પંક્ચર બનાવવા ગયો ત્યારે તેણે કારના દરવાજાને લોક કર્યુ નહતું. જયારે કારમાં પંક્ચર બની ગયા બાદ તે બેગમાંથી રૂપિયા લેવા ગયો ત્યારે કારની સીટ પરથી બેગ ગાયબ જણાઈ હતી. તેણે ગત ગુરૂવાર તારીખ ૧૯ ના રોજ ફરિયાદ આપતા ઓલપાડ પોલીસે ગુનો નોંઘી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application