દાદર નગર હવેલીનાં ખડોલી ગામે રહેતા યુવકની વાપી રહેતી પત્નીનાં સાગરીતો યુવક અને તેના પરિવારને માર મારતા હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે યુવકે ન્યાય માટે ખાનવેલ એસડીપીઓને લેખિત ફરિયાદ કરી છે. પ્રદીપ કુંવરપાલ કોરી રહેવાસી ખડોલી કારભારીપાડા જેના લગ્ન વાપી નિવાસી રોશની કબીરદાસ જેઓ જી.આર.ડી. ટ્રાફિકમાં ફરજ બજાવે છે એની સાથે સામાજીક રીત રિવાજ મુજબ તારીખ 22 એપ્રિલનાં રોજ થયા હતા. ત્યારબાદ એની પત્ની એના ઘરે રહેવાની ના પાડતી હતી. જોકે ગત તારીખ 30મેના રોજ રૂમ બંધ કરી દિપક કબીરદાસ, ગંગા કબીરદાસ, રોશની કબીરદાસ સહિત 5 લોકોએ ભેગા મળી માર માર્યો હતો.
તેમજ ઘરનો અંદાજિત રૂપિયા 5.36નો સામાન લઇ જતી રહી હતી. જે પરત મેળે અને યોગ્ય ન્યાય મળે એવી માંગ કરી છે. બે દિવસ પહેલા પણ રોશનીનાં પરિવારવાળા ખડોલી યુવકનાં ઘરે આવી એમના પરિવારને પોલીસ ફરિયાદ કરેલી તે પરત લઇ લેવા ધમકી આપી હતી અને માર માર્યો હતો જેમાં એની માતાને માથામાં અને પિતાને છાતી તથા પગમાં ઈજાઓ થતા તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જયારે પતિ પ્રદીપ કુંવરલાલ કોરીએ ખાનવેલના એસડીપીઓને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું કે, પત્ની રોશની લગ્નનાં 11 દિવસમાં જ ઘરે આવવા ના પાડતા ઘરેથી સામાન-દાગીનાં મળી કુલ રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ લઈને જતી રહી હતી. તે પોતે વાપી જી.આઈ.ડી.સી. ખાતે જી.આર.ડી.માં નોકરી કરતી હોય અવારનવાર પતિને ખાખીની ધમકી આપતી હતી. જ્યારે પતિ માતા સાથે ફોન પર વાત કરે ત્યારે વાત ન કરવા જણાવી અન્ય લોકોને ઘરે બોલાવી અંદર પૂરીને તેને માર મારી હાથ પગ તોડવાની ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500