તાપી જિલ્લાનો ઉકાઈ ડેમ આજે સંપૂર્ણ ભરાઈ ચુક્યો છે, ડેમ તેની ભયજનક સપાટી કહો કે ઓક્ટોબર માસના રુલ લેવલ 345 ફૂટ પર પહોંચી ગયો છે, ડેમ સો ટકા ભરવાના કારણે દક્ષિણ ગુજરાતવાસીઓએ રાહત અનુભવી રહ્યા છે...
ચાલુ વર્ષે ઉકાઈ ડેમમાં પહેલી ઓક્ટોબરે સંપૂર્ણ ભરાઈ ચુક્યો છે, ડેમ ગત વર્ષની સરખામણી એ એક સપ્તાહ પહેલા ભરાયો છે, ડેમની ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે ડેમ ભરાઈ ચુક્યો છે,
હાલ ડેમ માં 7414 એમસીએમ પાણીનો જથ્થો છે, જયારે સારા વરસાદને કારણે 6012 એમસીએમ પાણી ડેમના દરવાજાઓ વાટે છોડાઈ ચૂક્યું છે, એટલે એમ કહી શકાય કે 80 ટકા પાણી ડેમના 15 થી 20 વાર ગેટ ખોલીને પાણી તાપી નદીમાં છોડાઈ ચૂક્યું છે,
ડેમમાં પાણી સંગ્રહ થવાને લઈને આગામી બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતની 3,31,557 હેકટર જમીન ને સિંચાઇનું પાણી મળી રહશે.જેને લઇ ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500