Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની સરકારી હોસ્પિટલના અપગ્રેડેશન મુદ્દે પ્રવર્તતી અસમંજસ બાબતે આદિજાતિ મંત્રીશ્રીએ યોજી પત્રકાર પરિષદ

  • September 30, 2023 

છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લા સહિત રાજ્યના પ્રજાજનોને 'વ્યારાની સરકારી હોસ્પિટલના અપગ્રેડ કરવાના મુદ્દે' ખાનગીકરણના નામે ગુમરાહ કરવાની ચાલી રહેલી પ્રવૃત્તિઓને કારણે પ્રજાજનોમાં પ્રવર્તતિ અસમંજસની સ્થિતિ વચ્ચે, રાજ્ય આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ, તાપી જિલ્લાના મીડિયાકર્મીઓના માધ્યમથી સાચી, આધારભુત વિગતો રજૂ કરી, પ્રજાજનોને યેનકેન પ્રકારે ગુમરાહ કરતા લોકોની વાતમાં નહિ દોરવાવાની અપીલ કરી છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતમાં જિલ્લા સેવા સદન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા મંત્રીશ્રીએ તાપી અને ડાંગ સહિતના આદિજાતિ વિસ્તારના પ્રજાજનોને, હોસ્પિટલનું અપગ્રેડેશન થતા સ્વાસ્થ્યને લગતી ઉત્કૃષ્ટ સેવાઓ સાથે, આદિવાસી પરિવારના બાળકોને તબીબી શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું.



વ્યારાની હોસ્પિટલના અપગ્રેડેશન સાથે કાર્યરત થનારી મેડિકલ કોલેજનો લાભ આદિવાસી વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ પ્રજાજનોને સરળતાથી ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. દરમિયાન પ્રજાજનોમાં પ્રવર્તતા કેટલાક પાયાવિહોણા પ્રશ્નો બાબતે જિલ્લાના મીડિયાકર્મીઓએ મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરો પણ મંત્રીશ્રી પાસેથી મેળવ્યા હતા. હોસ્પિટલની વિસ્તૃત વિગતો ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લાની વ્યારા ખાતેની જનરલ હોસ્પિટલ કે જે હોસ્પિટલ હાલમાં ૨૩૬ પથારીની જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે. આ હોસ્પિટલ ખાતે હાલમાં મર્યાદીત તબીબી સેવાઓ ઉપલબ્ધ છે. સરકારશ્રી દ્વારા વ્યારા, જિ.તાપી ખાતે આરોગ્ય નિતી-૨૦૧૬ અંતર્ગત સ્વનિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ બનાવવાનું ઠરાવેલ છે. આરોગ્ય નિતી-૨૦૧૬એ સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરી ત્યાં સ્વનિર્ભર બ્રાઉન્ડ ફીલ્ડ મેડીકલ કોલેજ બનાવવાની પ્રોત્સાહક યોજના છે.



નેશનલ મેડીકલ કમિશન, નવી દિલ્હીના ધારાધોરણ મુજબ સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરી નવી સ્વ-નિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ સ્થાપવામાં આવે, તો તેને સ્વ-નિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ તરીકે ઓળખાશે. નવી સ્વ નિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજય સરકાર દ્વારા તાપી જિલ્લાને પ્રથમ તબકકામાં આવરી લીધેલ છે. નવી મેડીકલ કોલેજની સ્થાપના કરવા માટે ૨૦ એકર જમીન (મહતમ બે ભાગમાં, એક ભાગમાં ઓછામાં ઓછી ૫ એકર એટલે બીજા ભાગમાં ૧૫ એકર જમીન) ઉપલબ્ધ થશે, ત્યાં નવી સ્વનિર્ભર (બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ શરૂ કરવાની રહેશે. આ હેતુ માટે હાલમાં સરકારી હોસ્પિટલ ખાતે જે જમીન ઉપલબ્ધ હશે, તે સમગ્ર જમીન (હોસ્પિટલ બાંધકામ સહિત) સરકારશ્રીના પ્રવર્તમાન નિયમનોનુસાર લીઝ પર આપવામાં આવશે.



સરકારી હોસ્પિટલ ખાતે ૨૦ એકરથી ઓછી જમીન ઉંપલબ્ધ હશે તો એન.એમ.સી. ના નિયમોનુસારના અંતરે ખૂટતી બાકીની જમીન સરકારશ્રી દ્વારા લીઝના ધોરણે ઉપલબ્ધ કરવામાં આવશે. મેડિકલ કોલેજની વિગતો વ્યારા, જિ.તાપી ખાતે નવી મેડીકલ કોલેજ ચાલુ થવાથી મેડીકલ કોલેજ ખાતેના નેશનલ મેડીકલ કમિશનના ધારાધોરણ મુજબના તમામ રોગના નિષ્ણાંતો, તબીબો ઉપલબ્ધ થશે. જિલ્લામાં નવી મેડીકલ કોલેજોની સ્થાપના થવાથી જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થીઓને જિલ્લામાં જ તબીબી શિક્ષણનો લાભ મળશે. નેશનલ મેડીક્લ કમિશનના નિયમોનુસાર મેડીકલ કોલેજ ચાલુ કરવા માટે જરૂરી હોસ્પિટલની પથારીઓની સંખ્યામાં વધારો થઇને ૬૦૫ પથારીઓ ઉપલબ્ધ થશે. જેથી દર્દીઓને આનો સીધેસીધી લાભ મળશે. તાપી જિલ્લાના અંતરીયાળ અને આદિવાસી વિસ્તારને આધુનિક સ્વાસ્થ્ય સુવિધા સરળ રીતે મળી રહેશે. ઉચ્ચકક્ષાના આરોગ્ય વિષયક સાધનો ઉપલબ્ધ થશે. ઓપરેશન થીયેટરોની સંખ્યામાં વધારો થશે.



સીટી સ્કેન, એમ.આર.આઇ. જેવા મશીનો ઉપલબ્ધ થશે. જેનાથી દર્દીઓને સારવાર લેવામાં જે દૂર વડોદરા અને સુરત સુધી જવું પડે છે, તે તેઓના વતનમાં જ ઉપલબ્ધ થશે. મેડીકલ કોલેજ બનવાથી ભવિષયમાં હોસ્પિટલ ખાતે જ સુપર સ્પેશ્યાલિટી સેવાઓ, રાજય સરકારની આરોગ્યને લગતી તમામ યોજનાઓનો અંતરીયાળ જિલ્લાના આદિવાસી વિસ્તારના નાગરીકોને લાભ મળશે. જનરલ હોસ્પિટલ, દાહોદની સફળતા જનરલ હોસ્પિટલ, દાહોદ ખાતે વર્ષ ૨૦૧૮માં આરોગ્ય નિતી-૨૦૧૬ અંતર્ગત સ્વનિર્ભર (બ્રાઉન ફિલ્ડ) ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, દાહોદની સ્થાપના કરવામાં આવેલ. ચાલુ શૈક્ષણીક વર્ષે સંસ્થા ખાતે કુલ ૯૦૦થી વધારે વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસનો અભ્યાસ કરી રહ્યા છે. ઝાયડસ મેડીકલ કોલેજ, દાહોદ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-ર૦ર૩થી અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે. હાલમાં કોલેજ ખાતે કુલ ૧૧ વિષયોમાં ૬૩ બેઠકો સાથે અનુસ્નાતક અભ્યાસક્રમ કાર્યરત છે.



જેમાં ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે નવા ૭ વિષયોમાં અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ કરવા રાજય સરકારશ્રીની મજુરી મળેલ છે. જનલર હોસ્પિટલ, દાહોદ ખાતે આ વિવિધ વિષયોમાં અનુસ્નાતક અભ્યાસક્રમ શરૂ થતા દર્દીલક્ષી સેવાઓમાં વધારો થશે ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, દાહોદ ચાલુ થવાથી મેડિકલ કોલેજ ખાતેના નેશનલ મેડિકલ કમિશનના ધારાધોરણ મુજબના તમામ રોગના નિષ્ણાતોના તબીબો ઉપલબ્ધ થયેલ છે. દાહોદ જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારને આધુનિક સ્વાસ્થ્ય સુવિધા સરળ રીતે મળી રહેલ છે. આરોગ્યને લગતી તમામ યોજનાઓનો અંતરિયાળ જિલ્લાના આદિવાસી વિસ્તારના નાગરીકોને લાભ મળી રહ્યો છે. ઉચ્ચકક્ષાના આરોગ્ય વિષયક સાધનો ઉપલબ્ધ થયા છે. ઓપરેશન થીયેટરોની સંખ્યામાં વધારો થયો છે. સિટી સ્કેન, એમ.આર.આઈ. જેવા મશીનો ઉપલબ્ધ થયા છે. જેથી દાહોદ જિલ્લાના છેવાડના વિસ્તારના દર્દિઓને સારવાર લેવામાં દૂર લેવા જવું પડતુ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application