નિઝરના ચાર રસ્તા નજીક ટ્રક અડફેટે ૩૭ વર્ષીય રાહદારીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાનો બનાવ નિઝર પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ નિઝરના પ્લોટ ફળિયા કેટેગરીની પાછળ રહેતો ૩૭ વર્ષીય ગણેશભાઈ સુપાભાઈ પાડવી નાઓ ગતરોજ પોતાના ઘરેથી નિકળી ખાનગી કામ માટે ચાલતો જતો હતો તે વખતે નિઝર ચાર રસ્તા હાઈવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે વાંકા ચારરસ્તા તરફથી વેલદા તરફ જતા એક અશોક લેયલેન્ડ કંપનીની ૧૨ ચક્કા વાળુ ટ્રક નંબર જીજે/૦૩/એઝેડ/૭૮૧૫ નો ચાલક લખુ ઉર્ફે બાબુ લગધીર ધાંધલ રહે,છડીયારીગામતા,સાયલા જી.સુરેંદ્રનગર નાઓએ પોતાના કબ્જાનું ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગણેશભાઈ સુપાભાઈ પાડવી નાઓને અડફેટમા લઈ જમણા હાથે કોણીથી હથેળી સુધી ફેક્ચર કરી તથા માથાના પાછળના ભાગે તેમજ પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોચાતા ગણેશભાઈ પાડવીનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું.
બનાવ અંગે મૃતક યુવકના મોટા ભાઈ મણિલાલભાઇસુપાભાઈ પાડવીની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ નિઝર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500