Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ગણેશ નગર સ્થિત આંગણવાડીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

  • April 27, 2024 

સોનગઢનાં ગણેશ નગર આંગણવાડી કેન્દ્રમાં બે દિવસ પહેલા આંગણવાડીનાં સંચાલિકા બપોરે પોતાનું કામ પૂરું કરી મકાનનાં દરવાજા બંધ કરી ગયા હતા જોકે પાછળથી અજાણ્યા ચોર ઈસમ એક ખાલી અને એક ભરેલો ગેસનો સિલિન્ડર તથા ખાદ્ય તેલની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પી.આઇ. ડી.એસ.ગોહિલનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસોએ શોધ ખોળ હાથ ધરી હતી. તે સમયે પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, ચોરી કરેલ સિલેન્ડર દશેરા કોલોની પાછળ ચૂનાના ઢગલા પાસે સંતાડવામાં આવ્યો છે અને આરોપી તે સિલેન્ડરને વેચાણ કરવાની ફીરાગમાં છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી જઈ ત્યાંથી ગેસનો એક ખાલી અને બીજો ભરેલ બાટલો મળી આવ્યો હતો સાથે જ ચોરીના બનાવવામાં સંડોવાયેલ વસીમ રાઈન નાંને ઝડપી પાડ્યો હતો, જ્યારે ખલિલ ઉર્ફે ખલીયો નાસીર શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application