વ્યારા નગરમાં છેલ્લા 9 દિવસથી ભાવિક ભક્તો દ્વારા સ્થાપન કરાયેલા ગણેશજીની પ્રતિમાને ગતરોજ વિસર્જનના દિને રૂટ પ્રમાણે બપોરે 1 કલાકે નગરની નાની મોટી પ્રતિમાઓનું સરઘસો, ઢોલ-નગારા, DJ સાઉન્ડ સાથે અબીલ ગુલાલની છોળો સાથે શરૂ થયા હતા. નગરના આયોજકો દ્વારા નક્કી કરાયેલ રૂટ મુજબ રેલ્વે સ્ટેશન, જુના બસસ્ટેન્ડ, કોલેજ રોડ વગેરે સ્થાનોથી શ્રીજીની પાટીમાંઓ સયાજી સર્કલ થઈ નગરના જુના બસ સ્ટેશન થઈ બેન્ક રોડ કાપડ બઝાર રામજી મંદિર અને કાનપુર થઈ નીકળી હતી.
જેમાં માટીની નાની શ્રીજીની પ્રતિમાઓ વ્યારા નગરના ખટારી ફળીયા પાસે મિઢોળા નદીમાં કુત્રિમ તળાવમાં વિસર્જન કરાય હતી. જયારે માટીની મોટી પ્રતિમાઓને વ્યારાથી દૂર 8 કિલોમીટર ટીચકીય ગામે ડોલારા નદીનાં પાણીમાં વિસર્જન કરાયુ હતું અને મોટી પીઓપીની પ્રતિમાઓને સોનગઢ ખાતે આવેલા અંબિકા સ્ટોન કવોરી ખાતે કુત્રિમ તળાવમાં વિસર્જન માટે માટે લઈ જવાયા હતા. જોકે ત્રણેય સ્થળો પર પર નગર પાલિકા એ લાઇટિંગ, તરવૈયા, કેનની સુવિધાથી સજ્જ કરાય હતું. વિસર્જન દરમિયાન કોઈ અઇચ્છિનીય બનાવ ન બને તે માટે એ ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500