Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સિંગપુર માંથી દારૂની બાટલીઓ સાથે દુકાનદાર ઝડપાયો

  • May 05, 2021 

સોનગઢના સિંગપુર માંથી વિદેશીદારૂની બાટલીઓ સાથે એક દુકાનદારને ઝડપી પાડી જિલ્લા એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પ્રોહી ગુના અંગેની રેઇડમાં નીકળ્યા હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના સીંગપુર ગામના નિશાળ ફળીયામાં આવેલ એક દુકાનમાં રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન દુકાન અને દુકાનની આજુબાજુમાં તપાસ કરતા દુકાનના પાછળના ભાગેથી એક મીણીયા કોથળામાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂની બાટલીઓ નંગ-14 સહિતના મુદ્દામાલ સાથે નાનુભાઈ ઉર્ફે નાનીયો ફતેસિંગભાઈ ગામીતને એલસીબીની રેઇડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદના આધારે વિદેશીદારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલ આરોપી વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application