દેશમાં કોરોનાનાં વધતા કેસ વચ્ચે વડપ્રધાન મોદીએ ફરી એક વખત તમામ રાજ્યોનાં મુખ્ય પ્રધાનોની બેઠક બોલાવી છે, ઉલ્લેખનિય છે કે, 17મી માર્ચે યોજાનારી બેઠકમાં પીએમ મોદી કોરોનાનાં વધતા કેસ અને વેક્સિનેશન પર ભાર મુકવા અંગે વિચાર-વિમર્સ કરશે.
પીએમ મોદી આ દરમિયાન મુખ્ય પ્રધાનો સાથે અત્યાર સુધી કોરોનાને ફેલાતા રોકવામાં માટે લેવામાં આવેલા પગલા અને વેક્સિનેશન અભિયાન પર ફિડબેક લેશે, વડાપ્રધાન નાત્રેન્દ્ર મોદી આ બેઠક વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 26,291 નવા કેસ નોંધાયા છે, જેથી હવે ભારતમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 1,13,85,339 થઇ ગઇ છે, ત્યાં જ કોરોનાનાં કારણે 118 દર્દીઓનાં મોત થયા છે.
દેશભરમાં કુલ મૃત્યુંઆંક 1,58,725 થઇ ગયો છે, દેશમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા 2,19,262 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 1,10,07,352 છે, દેશમાં કુલ 2,99,08,038 લોકોને કોરોનાની રસી લગાવવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500