Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દહીં હાંડીનાં કાર્યક્રમમાં થયેલ ઝઘડાની અદાવતમાં મારામારી, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

  • August 30, 2024 

સુરત શહેરનાં અઠવાલાઇન્સ સ્થિત એમ.ટી.બી આર્ટસ કોલેજમાં જન્માષ્ટીના રોજ દહીં હાંડીના કાર્યક્રમમાં ડાન્સ કરતી વેળા ધક્કો લાગતા થયેલા ઝઘડાની અદાવતમાં નાનપુરા-મક્કાઇપુલ ખાતે કોલેજની વિદ્યાર્થી અને તેના બે મિત્રો ઉપર હુમલો કરી ચપ્પુ અને હાથમાં પહેરવાનું કડુ માથામાં મારી હત્યાનો પ્રયાસ કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસમાં પહોંચ્યો છે.


મળતી માહિતી મુજબ, અઠવાલાઇન્સ સ્થિત એમ.ટી.બી આર્ટસ કોલેજમાં ગત મંગળવારે જન્માષ્ટીને પગલે દહીંહાંડીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓની સાથે કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા પાર્થ ચેતન રામાનંદી (ઉ.વ.19 રહે.ધ્રૃવતારક સોસાયટી, વેડ રોડ, સુરત અને મૂળ. મેઘપર,તા.જોડીયા,જામનગર) અને તેના મામાનો દીકર હર્ષ સુનીલ નિમાવત અને તેમનો મિત્ર વિશ્વજીત લાલજી પરમાર પણ ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરતી વેળા વિશ્વજીતથી બાજુમાં ડાન્સ કરી રહેલા યુવકને ધક્કો લાગતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો.


જોકે ડાન્સ કરી રહેલા કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ મામલો શાંત પાડયો હતો અને દહીંહાંડીનો કાર્યક્રમ પતાવી ત્રણ વાગ્યાના અરસામાં પાર્થ, હર્ષ અને વિશ્વજીત સહિતના મિત્રો નાનપુરા મક્કાઇપુલ ખાતે ચા પીવા ગયા હતા. તે દરમિયાન ડાન્સ કરતી વેળા જેમની સાથે ઝઘડો થયો હતો તેઓ મોપેડ ઉપર ત્રીપલ સવારી ઘસી આવી મારામારી કરવા લાગ્યા હતા. ત્રણ પૈકી એક યુવાને હાથમાં પહેરેલું કડુ પાર્થના માથામાં મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. જયારે બીજાએ પાર્થને ચપ્પુ મારવાનો પ્રયાસ કરતા હર્ષએ હાથ પકડવા જતા તેને હથેળીમાં ઇજા થઇ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ત્રણેય જણાએ પાર્થને ધમકી આપી હતી કે તને ઘરે આવીને પતાવી નાંખીશું એમ કહી ભાગી ગયા હતા. ઘટના અંગે અઠવાલાઇન્સ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી ત્રણેય હુમલાખોરની ધરપકડની તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News