તાપી જિલ્લાના વાલોડના બાજીપુરા ખાતે રહેતા અને કમાન પાટા રીપેરીંગનું કામ કરતા સુમયા ભાઈ અલગુભાઈ વર્મા કે જેવોની ગઈ તા.ચોથી મે ૨૦૨૧ નારોજ તબિયત લથડી હોવાના કારણે તાત્કાલિક સારવાર માટે બારડોલીની ધુલિયા ચોકડી પાસે આવેલ બારડોલી નામની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને મૃતકના પરિવારજનો પાસે જેટલા રૂપિયા હતા તેટલા લાખો રૂપિયા ખર્ચ કર્યો છે છતાં દર્દીનું મોત થયું હતું અને ૩૧મી મે ની રાત્રે આશરે ૩ કલાકે સુમયાભાઈ વર્માનું મોત થયું હોવાની જાણ મૃતકના પરિવારજનોને હોસ્પિટલ સત્તાધીશોએ કરી હતી.
દર્દીનું મોત થતા મૃતકના પરિવાર રૂપિયા નહી ચુકવે ત્યાં સુધી મૃતદેહ નહી અપાય વાતને લઈ મૃતદેહ 14 કલાક રઝળતો રહ્યો
સુરત-તાપી જિલ્લો સહિત સમગ્ર રાજ્યમાં કોરોના જેવી મહામારીએ ગંભીર પરીસ્થિતનું નિર્માણ કર્યું છે અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન અસંખ્ય દર્દીઓ દમ તોડી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચવા છતાં પણ દર્દી જીવ ગુમાવતા હોય છે. આવો જ એક કિસ્સો સુરત જિલ્લાના બારડોલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીનું મોત થતા મૃતકના પરિવાર રૂપિયા નહી ચુકવે ત્યાં સુધી મૃતદેહ નહી અપાય વાતને લઈ મૃતદેહ 14 કલાક રઝળતો રહ્યો હતો.
બિલ નહી ભરી શકતા હોસ્પિટલ દ્વારા પ્રથમ મૃતદેહ આપવાનો ઇન્કાર કર્યો,પોલીસ કેસ કરવાની ધમકી પણ આપી
સુમયાભાઈ વર્માનું મોત થયું હોવાના પગલે મૃતકના પરિવારજનો બારડોલી હોસ્પિટલ ઉપર પહોંચ્યો હતા અને તેવોને મૃતકનું સારવારનું બીલ ચુકવવા માટે હોસ્પિટલ સત્તાધીશોએ જણાવ્યું હતું. જોકે પિતાની છત્રછયા ગુમાવનાર બે સંતાનો અને મૃતકની પત્નીએ બિલ ભરવા અસમર્થતા દર્શાવી હતી. બિલ નહી ભરી શકતા હોસ્પિટલ દ્વારા પ્રથમ મૃતદેહ આપવાનો ઇન્કાર કર્યો હતો. એટલું જ નહી સ્ટાફ દ્વારા ધમકી પણ આપવામાં આવી કે, બાકી રહેલ રકમ જો અત્યારે જ તાત્કાલિક જો ન આપો તો તમારી સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.
મૃતકની પત્નીએ પતિનો મૃતદેહ મેળવવા પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા
બારડોલીના ધુલિયા ચોકડી પાસે આવેલ બારડોલી નામની ખાનગી હોસ્પિટલમાં બાકીના 2,04,190/- (બે લાખ ચાર હજાર એકસો નેવું) જમા કરવાના રૂપિયા ન હોવાના કારણે મૃતકનો પરિવાર પણ ચિંતિત બન્યો હતો અને રૂપિયા મેળવવા માટે તેઓએ આજીજી પણ કરી હતી. પરંતુ તેઓ પાસે રૂપિયાની સગવડ ન થતા હોસ્પિટલમાં મૃતદેહ 14 કલાક રઝળતો રહ્યો હતો. આખરે મૃતકની પત્નીએ પતિનો મૃતદેહ મેળવવા પોલીસ મથકના દ્વાર ખખડાવવા પડ્યા હતા. જ્યાં પોલીસે પરિસ્થિતિને ગંભીરતા લઇ બારડોલી નામની ખાનગી હોસ્પિટલએ દોડી આવ્યા હતા સાથે જ બનાવની જાણ કેટલાક આગેવાનોને થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા.અંતે કલાકોની રકઝક બાદ સુમયાભાઈ વર્માનો મૃતદેહ પરિવારજનોને આપવામાં આવ્યો હતો.ત્યારે હોસ્પિટલ સત્તાધીશોની માનવતા મરી પરવારી હોય તેમ લાગી રહ્યું છે. જોકે રાત્રેથી સાંજ સુધી ન્યાયની આશ બાદ 14 કલાક પછી સુમયાભાઈ વર્માનો મૃતદેહ પરિવારજનોને સોપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500