Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતના વિનસ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાંથી દર્દીની સોનાની વીટી ચોરાય

  • July 10, 2021 

સુરત શહેરના વિનય હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીના હાથમાંથી સોનાની વીટી ચોરી અજાણ્યો નાસી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.

 

 

 

 

લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ સિંગણપોર વિહાર સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ રજનીકાંત જરીવાલા (ઉ.વ.૩૨) વેડરોડ ખાતે ત્રેવેણી ઈડસ્ટ્રીઝમાં નોકરી કરે છે. ભાવેશભાઈના પિતા રજનીકાંતની ગત તા.૨૭મી મે ના રોજ ફેફસાની બિમારીના કારણે વિનસ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં  દાખલ કરવામાં આવ્યા હતા. દરમ્યાન કોઈ અજાણ્યો રજનીકાંતભાઈના હાથમાંથી રૂપિયા ૩૨ હજારની કિંમતની ૮ ગ્રામ સોનાની અને ૧ હજારની કિંમતની ચાંદીની વીટી ચોરી નાસી ગયો હતો. પિતાના હાથમાંથી વીટી ચોરાય જતા ભાવેશભાઈએ હાજર નર્સ અને ડોકટરને પુછપરછ કરતા તેઓએ ખબર ન હોવાનુ કહ્યું હતુ. પિતાની તબીયતમાં કોઈ સુધારો નહી દેખાતા ભાવેશભાઈએ ગત તા.૧લી જુનના રોજ રજા લીધી હતી અને બીજા દિવસે એટલે ૨ જુનના રોજ તેમના પિતાનું અવસાન થયું હતું. પિતાની અતિમ સંસ્કારની વિધિ પતાવ્યા બાદ ભાવેશભાઈએ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application