મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં બિલાડીના ટોપની માફક માઈક્રો ફાઇનાન્સ અને ખાનગી ફાઇનાન્સિયલ શાખાઓ ઉભી થઇ ગઈ છે જીલ્લાના જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને લોન આપી અનેક છુપા ચાર્જીસ લગાવી ગ્રાહકો સાથે અન્યાય થઇ રહ્યો હોવાની બૂમો ઉઠી રહી છે.
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી કોગટા ફાઇનાન્સિયલ ઇન્ડિયા લિમિટેડ શાખામાંથી ૧૭ લાખની લોન લેનાર મહિલાની લોન મંજુર થયા બાદ હજુ તેના બચત ખાતામાં જમા થાય તે પહેલા ૧૯ હજારનો હપ્તો ડ્યું થઇ જતા મહિલા ગ્રાહક ચોંકી ઉઠી હતી અને શાખામાં રજુઆત કરવા પહોંચી હતી ફરજ પરના કર્મીએ ગોળગોળ જવાબ આપ્યો હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો.
મોડાસા શહેરમાં રહેતા સાબીરાબેન આગવાન એ મેઘરજ રોડ, ફોર્ચ્યુન કોમ્પ્લેક્ષમાં પર આવેલ કોગ્ટા ફાઇનાન્સ ની ઓફીસ માં આશરે એક માસ અગાઉ મકાન ઉપર મોર્ગેર્જ લોન ની અરજી કરી હતી . ત્યારબાદ એક માસ અને ૧૦ દિવસ સુધી લોન આપવાની પ્રક્રિયામાં વિતી ગયા. ૦૮/૦૫/૨૦૨૩ ના રોજ ફાઇનાંસ કંપનીએ સાબેરાબેન લોનના ૧૭ લાખ પેટે રૂ. ૧૦ લાખનો ડી.ડી આપ્યો . સાબેરાબેન બેંક માં ડી.ડી જમા કરાવવા ગયા ત્યારે જાણવા મળ્યુ કે આ લોન પેટે ખાતામાં પહેલે થી જ વ્યાજ સાથે રૂ.૧૯ હજાર ઓવરડ્યુ છે. ત્યારે તે ચોંકી ઉઠ્યા હતા. તેઓ જ્યારે ફાઇનાન્સ કંપની માં આ અંગે પુછવા ગયા ત્યારે જવાબ મળ્યો કે અમારી કંપની નો નિયમ છે કે જ્યારે લોન ની અરજી આવે ત્યારે ડી.ડી બનાવી દેવો અને લોન કાગળ પુરા થાય ત્યારે જ લોન ધારકને ડી.ડી આપવાનો અને ત્યાં સુધી જે વ્યાજ ચડે તે લોન ધારકે ભરવાનું હોય છે.
અત્રે પ્રશ્ન એ થાય છે કે આવા તો કેટલા ભલાભળો વ્યક્તિઓ હશે જેમને આ રીતે આ ફાઇનાન્સ કંપનીઓ આ રીતે વ્યાજ વસુલ કરતી હશે ? નોંધાનીય છેકે તાજેતરમાં આવી જ એક ચૈતન્ય ઇન્ડીયા ફાઇનાન્સ કંપનીના કર્મીએ મહિલાને લોન આપ્યા બાદ અનૈતિક ફાયદો પણ ઉઠાવવાનો પ્રયાસ કરતા હોબાળો થયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500