નિઝરના ભિલજાંબોલી ગામમાં સામાન્ય બાબતે પત્નીની હત્યા કરનાર આરોપી પતિને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના ભિલજાંબોલી ગામના આંબલી ફળીયામાં રહેતાં ગજમાભાઈ ગણુભાઈ વળવી અને ગેદુબેન વળવી બંને પતિ-પત્ની વચ્ચે તા.નવમી એપ્રિલ નારોજ પૈસા બાબતે ઝઘડો થયો હતો, જેમાં ગજમાભાઈ વળવીએ ગુસ્સામાં આવી પોતાની પત્ની ગેદૂબેન ના માથાનાં ભાગે ત્રિકમ મારી દીધો હતો, જેમાં ગેદૂબેનનું ઘાટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને રેન્જુબેન અશોકભાઈ વળવી ની ફરિયાદના આધારે ગજમાભાઈ વળવી વિરુદ્ધ ઈપીકો કલમ 302 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરતા આરોપી ગજમાભાઈ વળવીને ઝડપી પાડી તેનો કોરોના ટેસ્ટ કરાવતા રીપોર્ટ નેગેટીવ આવતા આરોપી ગજમાભાઈની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500