મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીની સંખ્યામાં સતત વધારો નોંધાતા હવે સરકારે માસ્ક વાપરો, સુરક્ષિત અંતર રાખો તેમજ કાળજી રાખો અન્યથા કોરોના પ્રતિબંધો લાગુ પાડવાના સંકેતો આપ્યા છે. રાજ્યમાં કોરોનાના નવા 529 દર્દી નોંધાયા હતા અને એક પણ દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કોરોનાનાં 325 દર્દી કોરોનાથી મુક્ત બન્યા છે. રિકવરનું પ્રમાણ વધીને 98.25 ટકા થયું છે અને આજદિન સુધી રાજ્યમાં કોરોનાના સક્રી 2772 દર્દી હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
જોકે મુંબઈમાં કોરોનાના નવા 330 કેસ નોંધાયા હતા અને એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે કોરોનાના 198 સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા હતા અને શહેરમાં અત્યારે કોરોનાના સક્રીય 1929 કેસ છે. તેઓ વિવિધ હોસ્પિટલોમાં તથા કોવિડ જમ્બો સેન્ટરમાં સારવાર લઈ રહ્યા હોવાનું પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application