ભારત સરકાર એક જુલાઇથી એટલે કે આજથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. સરકારનાં આ નિર્ણયથી લોકોનાં જીવન પર સીધી અસર પડશે પણ પ્રદૂષણ અને કચરો ઘટાડવા માટે સરકાર આ નિર્ણયનો કડક અમલ કરશે. સરકારે અગાઉ જ કહી દીધું છે કે 30 જૂન સુધીમાં સ્ટોક સમાપ્ત કરી દેવામાં આવે. સરકારે હાલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલ 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
જેમાં એક જુલાઇથી એટલે કે આજથી આ વસ્તુઓ બનાવવા, વેચવા, સંગ્રહ કરવા અને નિકાસ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ અમલમાં આવી 30 જશે. આ પ્રતિબંધ એટલા માટે મૂકવામાં આવી રહ્યો છે જેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાથી થનારા પ્રદૂષણને ઘટાડી શકાય. સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે કે પ્લાસ્ટિકથી બનેલી એવી વસ્તુઓ જેનો ઉપયોગ આપણે ફક્ત એક જ વખત કરીએ છીઅ અથવા ઉપયોગ કરી ફેંકી દઇએ છીએ જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે.
સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલ 19 વસ્તુઓને એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એેક્ટ હેઠળ પ્રતિબંધિત કરવામાં આવેલ છે. જો કોઇ પણ વ્યકિત આ વસ્તુઓનો ઉપયોગ કરશે તો તેને આ કાયદાની કલમ 15 હેઠળ દંડ અથવા જેલ અથવા બંનેની સજા થઇ શકે છે. કલમ 15 હેઠળ 7 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અગાઉથી જ 50 માઇક્રોનથી ઓછી જાડાઇવાળું પ્લાસ્ટિક બનાવવા, વેચવા અને સ્ટોર કરવા પર પ્રતિબંધ છે. 30 સપ્ટેમ્બરથી 75 માઇક્રોનથી ઓછી જાડાઇવાળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હવે સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલ 19 વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ જ વર્ષે 28 માર્ચે સરકારે લોકસભામાં જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર, 2022થી 120 માઇક્રોનથી ઓછી જાડાઇવાળી પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500