Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત થશે

  • May 23, 2022 

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ઓગસ્ટ સુધીમાં સંપૂર્ણ કાર્યરત થઇ જાય તેવી સંભાવના છે. મેટ્રો ટ્રેનના પ્રથમ તબક્કામાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધીનો સમાવેશ થાય છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1માં નોર્થ-સાઉથ અને ઈસ્ટ-વેસ્ટ એમ બે કોરિડોર છે. જેમાં નોર્થ-સાઉથ કોરિડોર ગ્યાસપુર ડેપોથી મોટેરા અને ઈસ્ટ-વેસ્ટ કોરિડોર થલતેજમ ગામથી વસ્ત્રાલ ગામનો છે.



તાજેતરમાં ગ્યાસપુર ડેપોથી મોટેરા મેટ્રો સ્ટેશન સુધી મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરાઇ હતી. આ ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેન એપીએમસી, જીવરાજ, રાજીવનગર, શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઇકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, એઇસી, સાબરમતી મેટ્રો સ્ટેશનથી પસાર થઇને મોટેરા મેટ્રો સ્ટેશને પહોંચી હતી.



ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે ટ્રાયલ ચાલુ રહેશે અને આગળ બાકી રહેતી કામગીરી પૂર્ણ કરવાની કાર્યવાહી થશે. આ પછી ગ્યાસપુર ડેપોનું અને ગ્યાસપુરથી મોટેરા સુધીની લંબાઇનું નિરિક્ષણ કરાશે. 39.26 કિલોમીટરનાં મેટ્રો ફેઝ-1ના પ્રોજેક્ટની કિંમત અંદાજે રૂપિયા 10773 કરોડ છે. જેમાં 32 સ્ટેશન છે. મેટ્રો ટ્રેન ફેઝ-1નો બીજો તબક્કો વર્ષ 2024 સુધીમાં સંપૂર્ણ કાર્યરત થઇ જાય તેવી સંભાવના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application